• કોરોના સંક્રમિત થયેલા ફરીથી સંક્રમિત થવાના જુજ કિસ્સાઓ જ છે
  • કોરોના સંક્રમિત સાજા થયા બાદ ફરીથી કોરોના થશે જ તેવી ગેર માન્યતાઓ સાથે જીવવાની જરૂર નથી.
  • સોશિયલ મીડિયામાં ફેલાવાતી બધી જ વાતો માનવી ન જોઇએ.

અમદાવાદ: રાજ્યમાં એક તરફ કોરોના વાયરસની મહામારી વધી રહી છે. તો બીજી તરફ કોરોનાથી સંક્રમિત થઇ સાજા થયેલા લોકો ફરી કોરોના સંક્રમિત થવાના કિસ્સા ધીમે ધીમે વધી રહ્યા છે. તો આવા કિસ્સામાં ફરીથી સંક્રમિત થવાની સંભાવના કેટલી છે, ફરીથી સંક્રમિત ન થાય તેના માટે શું કરવું જોઇએ તેના તમામ તથ્યો વિશે સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાહના ડૉ કમલેશ ઉપાધ્યાય વિસ્તારથી જણાવે છે.

કોરોના સંક્રમિત થયેલા ફરીથી સંક્રમિત થવાના જુજ કિસ્સાઓ જ છે

ડૉ. કમલેશ ઉપાધ્યાય જણાવે છે કે, વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઇને ફરી વખત સંક્રમિત થવાના જૂજ કિસ્સાઓ જ જોવા મળ્યા છે. મેડિકલ જગતના પ્રાથમિક તારણો દેખતા જોઇ શકાય છે કે, કોરોના વાઇરસના પુન:સંક્રમણ કરતા પણ વધારે શરીરમાંથી વાઇરસ નિકળવાની, ઘરમૂળથી નાશ પામવાની પ્રક્રિયા ધીમી હોય તેવી સંભાવનાઓ વધારે રહેલી હોય તેમ લાગે છે. જે કારણોસર આપણને દર્દી પુન:સંક્રમિત થયા હોવાનું જણાઇ આવે છે.

ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી

કોરોના સંક્રમિત સાજા થયા બાદ ફરીથી કોરોના થશે જ તેવું 100% માની ન શકાય કોરોના ટેસ્ટિંગની વિવિધ પધ્ધતિઓ જેવી કે, RT-PCR કે પછી એન્ટીજનની રીત જૂદી જૂદી છે. નાકના ભાગમાં કોરોનાના સંક્રમણ કરતા ફેફસામાં રહેલા સંક્રમણની તીવ્રતા વધુ જોવા મળે છે. જેથી વિષાણુના જીનેટીકનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યા બાદ વાઇરસ અલગ તરી આવે, ત્યારે વાઇરસનું પુન:સંક્રમણ થયુ હોવાનું કહેવું યોગ્ય છે. એક વખત કોરોનાથી સંક્રમિત થઇ ગયા બાદ ફરી વખત ચોક્કસથી કોરોનાગસ્ત થઇ જ જઇશું, તેવી ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી.

સોશિયલ મીડિયામાં ફરી કોરોના થવાની વાતો સંપુર્ણ સાચી હોતી નથી

સોશિયલ મીડિયામાં પણ ઘણાં મેસેજ ફરતા થયા છે કે, એક વખત કોરોનાગ્રસ્ત થઇ ગયા બાદ શરીરમાં 3 મહિના સુધી જ એન્ટિબોડી રહે છે. ત્યારબાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને પુન:કોરોનાનો ચેપ લાગવાની સંભાવનાઓ પ્રબળ રહેલી છે. જે માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. લોકોમાં હર્ડ ઇમ્યુનિટિનો પણ વધારો થયો છે, જે કોરોના વાઇરસ સામે પડકાર ઝીલવા સક્ષમ બનાવે છે. જેથી નાગરિકોએ ગભરાવવાની જગ્યાએ ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે.

કોરોનાથી સાજા થયા બાદ પણ આટલી વાતનું રાખો ખાસ ધ્યાન

એક વખત કોરોના સંક્રમિત થઇ ગયા બાદ પણ માસ્ક પહેરવું, સલામત અંતર જાળવવું જેવા સરકારી દિશાનિર્દેશોનું સ્વંયના સ્વાસ્થ્ય રક્ષણ માટે ચુસ્ત પણે પાલન કરવું જરૂરી છે. સાવચેતી એ જ સલામતી, કોરોનાથી રક્ષણ મેળવવા અને કોરોના વાઇરસથી સંક્રમિત થઈ નેગેટિવ થયા બાદ પણ સાવચેતી રાખીને સલામતી રહેવું ખાસ જરૂરી છે. તેનાથી ગભરાવવાની જરૂર નથી.

વારવાંર હાથ ધોવા, માસ્ક પહેરવું, નાસ લેવું તેવી પ્રક્રિયાઓ હાથ ઘરવી જોઇએ. ફેફસામાં ચેપ લાગ્યો હોય તો ફેફસાની સ્થિતિસ્થાપકતા પાછી મેળવવા, શ્વાચ્છોશ્વાસ સુધારનારી સ્પાયરોમેટરી કસરત, યોગ, પ્રાણાયમ કરવા જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud