• માનીતા મામા બાળકીને રિક્ષામાં બેસાડી વૈષ્ણોદેવી સર્કલ અને ત્યાંથી ચાલતાં ઓગણજ પાસે ઝાડીઓમાં આરોપી લઈ ગયો હતો
  • માતાએ જેણે ધર્મનો ભાઈ બનાવ્યો તે ભાવેશને ખુશી મામા કહીને બોલાવતી હતી

 

અમદાવાદ. બહુ ચર્ચિત ગુમ થયેલી 7 વર્ષની ખુશી કેસમાં આજે ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. ખુશી જેને મામા કહીને બોલાવતી હતી તે જ તેનો હત્યારો નિકળ્યો છે. સોલા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ખુશીને શોધવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું તેની લાશ મળી આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે જ ભાવેશ ઉર્ફે ભિખા નરોત્તમ મિસ્ત્રીની ધરપકડ કરીને ખુશી અપહરણ અને હત્યા કેસનો ભેદ ઉકેલી કાઢ્યો.

માતાએ જેણે ધર્મનો ભાઈ બનાવ્યો તે ભાવેશને ખુશી મામા કહીને બોલાવતી હતી. તે દિવસે સાંજે ઘર પાસે રમતી માસૂમ ખુશી કોઈ ડર વગર મામા ભાવેશ સાથે ગઈ હતી. બાળકીને રિક્ષામાં બેસાડી વૈષ્ણોદેવી સર્કલ અને ત્યાંથી ચાલતાં ઓગણજ પાસે ઝાડીઓમાં આરોપી લઈ ગયો હતો. બાળકી સાથે આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કરતા માસુમે બુમો પાડી હતી. આરોપીએ બાળકીનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાંખી હતી.

7 વર્ષની ખુશી ઘરે રમતા રમતા ગુમ થઈ હતી

સોલા વિસ્તારમાં ગોતા હાઉસિંગ વિસ્તારમાં રાજેશ રાઠોડ તેમની પત્ની અને 7 વર્ષની બાળકી ખુશી સાથે રહે છે. રાજેશભાઇ અને તેમના પત્ની મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશભાઈની 7 વર્ષની પુત્રી ખુશી શનિવારે સાંજે ઘર પાસે રમતી હતી. જો કે મોડી સાંજે દીકરી ઘરે ના આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. બાળકીનો કોઈ પતો ના લાગતા બનાવની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી.

સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સોલા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળકીના અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સોલા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ બાળકીની શોધખોળમાં લાગી હતી. પોલીસે સમગ્ર ગોતા હાઉસિંગ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. બાળકીની શોધખોળ માટે પીઆઈ જે.પી.જાડેજાએ મોટા ભાગના સ્ટાફને કામે લગાડ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud