ફરિયાદી ખાનગી કારમાં નડિયાદ જવા માટે બેઠો
મહેમદાવાદ પહોંચતા ગાડીમાં બેઠેલા 2 આરોપીઓએ ફરિયાદીના ગળા પર ચપ્પુ રાખી ATM, ડેબીટ અને ક્રેડિટ કાર્ડ સહીત 700 રોકડ અને મોબાઇલ ફોન લૂંટી લીધા
અમદાવાદ. વટવા જી.આઇ.ડી સી.માં આવેલી એક કંપનીમાં બિઝનેસ હેડ તરીકે ફરજ બજાવતા અને નડિયાદના રહેવાસી વિશાલ રાજપૂતે પોલીસ ફરિયાદ આપી છે કે કંપનીમાં કામ હોવાથી તેઓ રાત્રીના નવ વાગ્યા સુધી રોકાયા હતા. બાદમાં કામ પૂર્ણ કરી નડિયાદ જવા માટે જશોદાનગર ફાયર બ્રિગેડ પાસે એસ.ટી. સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહ્યા હતા.
આ દરમિયાન એક ખાનગી કારમાં ત્રણ યુવાનો આવ્યા હતા અને ડ્રાઇવરે તેઓને નડિયાદ જવું છે કહીને ગાડીમાં બેસાડ્યા હતાં. બાદમાં તેઓ મહેમદાવાદ રોડ થઈ હીરપુર પાટીયા પહોંચ્યા હતા. આ દરમિયાન ગાડીમાં પાછળની બાજુમાં બેઠેલા આરોપીએ ગળા પર છરી રાખીને તેમની પાસે જે પણ કંઈ હોય તે આપી દેવા માટે જણાવ્યું હતું.
ચાલુ ગાડીએ ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલો આરોપી પાછળ આવી ફરિયાદીને ધમકાવવા લાગ્યો હતો. આરોપીઓ ફરિયાદીને ગાડીમાં રાસ્કા ગામની અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં ગાડી ઊભી રાખીને ફરિયાદીને બીભત્સ ગાળો બોલી માર મારીને તેમની બેગ કે જેમાં એક ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, 700 રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતા.
ફરિયાદીને લઈને તમામ હાથીજણ થઈ વટવા આવી શહેરમાં અલગ અલગ એટીએમ પર પૈસા ઉપાડવા માટે ગયા હતા. અંતમાં આરોપીઓએ ફરિયાદીને ગોતામાં આવેલી ગોકુળ હોટલ પાસેની ગલીમાં લઇ જઇને ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશું. બાદમાં ફરિયાદીને ગાડીમાંથી ઉતારી તેઓ ફરાર થઈ ગયા હતા.
ફરિયાદીએ એક રાહદારીના ફોનમાંથી સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. પોલીસને જાણ કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ફરિયાદીના કાર્ડમાંથી અલગ અલગ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરીને કુલ 57 હજાર રૂપિયા રોકડા ઉપાડી લીધા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે અલગ અલગ સીસીટીવી મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
- ફરિયાદી ખાનગી કારમાં નડિયાદ જવા માટે બેઠો
- મહેમદાવાદ પહોંચતા ગાડીમાં બેઠેલા 2 આરોપીઓએ ફરિયાદીના ગળા પર ચપ્પુ રાખી ATM, ડેબીટ અને ક્રેડિટ કાર્ડ સહીત 700 રોકડ અને મોબાઇલ ફોન લૂંટી લીધા