વિપુર પટેલ દર્દી પાસેથી પડાવ્યા હતા લાખો રૂપિયા
મોટુ બિલ જોઇને ડૉક્ટરનો ભાંડો ફૂટ્યો
અમદાવાદ: કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે અમદાવાદના ડૉ. વિપુલ પટેલે કોરોના દર્દીઓ પાસેથી પૈસા પડાવતા તેમના લાઇસન્સને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યુ છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડૉક્ટર સામે કાયદાકીય પગલા રૂપે લાઇસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યુ છે.
ડૉક્ટરે દર્દી પાસેથી પડાવ્યા હતા લાખો
ડૉ. વિપુલ પટેલ સામે કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેરવાનો આરોપ લાગ્યો હતો. આ વાત મેડિકલ કાઉન્સિલની ઉલટ તપાસમાં સાચી પુરવાર થઇ હતી જેને કારણે તેમની સામે કાયદેસરના પગલા ભરવામાં આવ્યા હતા. ડૉ. વિપુલ પટેલ ખાનગી હોસ્પિટલમાં તેમના વતી દર્દીઓની ભરતી કરતા હતા અને તેમની પાસેથી પાંચ ગણી રકમ પડાવી લેતા હતા. જેને કારણે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ એસોસિએશને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ડૉક્ટર સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.
મોટુ બિલ જોઇને ડૉક્ટરનો ભાંડો ફૂટ્યો
નવરંગપુરાની પુષ્ય હોસ્પિટલમાં એક કેસમાં ડૉ. વિપુલ પટેલ દ્વારા દંપત્તીને દાખલ કરવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. ડૉ. પટેલની ભલામણ પર ત્યા એક દંપત્તીને દાખલ કરવામાં આવ્યુ હતું, જે તેમની આનંદનગર રોડ પરની પ્રેક્ટિસ ચાલે છે તે હોસ્પિટલમાં હતું. ડૉ. વિપુલ પટેલે જણાવ્યુ હતું કે આ દંપત્તી સારવારની રકમ ચુકવશે, તેમણે પાંચ જુલાઇના રોજ ડિસચાર્જ કરવામાં આવ્યા હતા.
દંપત્તીનો પુત્ર દેશ બહાર રહેતો હતો અને તેને દંપત્તીની સારવારનું 19.5 લાખ બિલ જોઇ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. હેલ્થ ઇંશ્યોરન્સ બિલ જેના નામે હતું તે મિશન એન્ટરપ્રાઇઝની તપાસ કરી અને તેમાં પુષ્ય હોસ્પિટલનું સરનામું જોયુ હતું.
હોસ્પિટલે કરી સ્પષ્ટતા
હોસ્પિટલે સ્પષ્ટતા કરી હતી કે અહી કોઇ એકમ ચાલતુ નથી. આહનાના અધિકારીઓને ખબર પડી હતી કે ડો. વિપુલ પટેલે કૌભાંડ કર્યુ છે. ડૉક્ટરની રીત જોખમી લાગ્યા બાદ તેમનું 3 વર્ષ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
- વિપુર પટેલ દર્દી પાસેથી પડાવ્યા હતા લાખો રૂપિયા
- મોટુ બિલ જોઇને ડૉક્ટરનો ભાંડો ફૂટ્યો