• ડેટીંગ એપ્લીકેશન ટીંડર દ્વારા પરિચયમાં આવેલા યુવકને નકલી પોલીસના  માધ્યમથી છેતર્યો
  • ગોતા વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં બોલાવામાં આવે છે. જ્યાં ભોગ બનનારને ફ્લેટના બેડરૂમમાં લઇ જઇને યુવતી પોતાનું ટોપ કાઢીને તેની ઉપર બેસી ગઇ
  • મિત્રને ફોન કરીને 20 લાખ મંગાવતા નકલી પોલીસના સ્વાંગમાં આવનાર શખ્શોએ જવા દીધો હતો. ઘટના બાદ ભોગ બનનારની તબીયત લથડી પડતા હાઇપ્લોગ્લાસમીયાનો એટેક આવ્યો

અમદાવાદ. શહેરમાં  ફરી એકવાર હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ટીંડર ડેટીંગ એપના માધ્યમથી શહેરમાં આવેલી મની એક્સચેન્જ કંપનીના માલિકને હની ટ્રેપમાં ફસાવીને 20 લાખનો તોડ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસમાં આનંદનગર પોલીસે નકલી પોલીસ બનનાર એક યુવકને ઝડપી પાડ્યો છે.

ટીંડર એપના માધ્યમથી યુવકને ફસાવાયો

પોલીસના કહેવા પ્રમાણે ટીંડર એપના માધ્યમથી યુવતીએ શહેરના CG રોડ પર આવેલ મની એક્સચેન્જનો ધંધો કરનાર માલીકને ફસાવવામાં આવે છે. ત્યાર બાદ તેને શહેરના ગોતા વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં બોલાવામાં આવે છે. જ્યા ભોગ બનનારને ફ્લેટના બેડરૂમમાં લઇ જઇને યુવતી પોતાનું ટોપ કાઢિને તેની ઉપર બેસી જાય છે. ભોગ બનનારને કઇ ખબર પડે તે પહેલા જ રૂમમાં અચાનક ત્રણ વ્યક્તિઓ આવે છે અને યુવતી બહાર જતી રહે છે. રૂમમાં આવનાર ત્રણ શખ્શો ભોગ બનનાર યુવકને ઢોર માર મારીને 50 લાખની માંગણી કરે છે.

ગોતા પોલીસ સ્ટેશનમાં હોવાનું કહી 50 લાખની માંગણી કરી

રૂમમાં આવનાર ત્રણ શખ્શો યુવકને ગોતા પોલીસ સ્ટેશનમાં કામ કરે છે કહીને માર માર્યો હતો અને 50 લાખ કેસમાં આપવાની માંગણી કરી હતી. પણ ભોગ બનનાર યુવકે 20 લાખ જ આપવાની આજીજી કરી હતી.

સમગ્ર ઘટનાક્રમ પતી ગયા બાદ અસલી પોલીસને જાણ કરાઇ

અંતે ભોગ બનનારે પોતાના મિત્રને ફોન કરીને 20 લાખ મંગાવતા નકલી પોલીસના સ્વાંગમાં આવનાર શખ્શોએ જવા દીધો હતો. ઘટના બાદ ભોગ બનનારની તબીયત લથડી પડતા હાઇપ્લોગ્લાસમીયાનો એટેક આવ્યો હતો.  ઘટનાની જાણ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આનંદનગર પોલીસે નકલી પોલીસના ડ્રેસમાં એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે તેની પુછપરછમાં તેનું નરૂદ્દીન ચારણીયા નામ બહાર આવ્યું હતું. જે વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને તોડ કરતી ગેંગનો સાગરીત હોવું ખુલ્યું હતું. આ ઘટના અંગેની તમામ તપાસ સેટેલાઇટ પોલીસ કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud