IT વિભાગે પોપ્યુલર બિલ્ડર પર પાડેલી રેડના બીજા દિવસે 69 લાખના રોકડ કબ્જે કર્યો
82 લાખના દાગીના, મોબાઇલ સહિત ડિજીટલ ટેડા પણ જપ્ત કર્યા
IT ના અધિકારીઓએ પહેલીવાર PPE કિટ પહેરીને રેડ પાડી
અમદાવાદ: અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપને ત્યાર IT વિભાગે ગુરૂવારે રેડ પાડી હતી. જેના બીજા દિવસે અધિકારીઓને મોટા પ્રમાણમાં બેનામી મિલ્કતો મળી આવતા જપ્ત કરી હતી. મળતી માહિતી પ્રમાણે IT વિભાગના અધિકારીઓએ પોપ્યુલર બિલ્ડરના 27 જગ્યાઓ પર દરોડા પાડીને 69 લાખની હિસાબ વગરની રોકડ, 82 લાખના દાગીના, મોબાઇલ અને ડિજીટલ ડેટા જપ્ત કરી લીધા છે.
પોપ્યુલર ગ્રુપના બેન્કના 18 લોકરો સીલ કર્યા
IT અધિકારીઓને પોપ્યુલર ગ્રુપના જુદી જુદી બેન્કોમાં રાખેલાં 18 લોકર પણ મળી આવ્યાં છે. હાલ અધિકારીઓએ આ લોકર પર કબ્જો મેળવી લીધો છે અને આવનારા દિવસોમાં તેને ખોલવામાં આવશે. ત્યારે તેમાંથી મોટી સંખ્યામાં દાગીના અને રોકડ સહિતની બેનામી મિલ્કતો મળી આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.
ડિજિટલ ડેટાની પણ તપાસ થશે
IT વિભાગના અધિકારીઓને પોપ્યુલર ગ્રૂપનાં વધુ 3 ખાનગી જગ્યાઓ મળી છે. અધિકારીઓ જપ્ત કરેલા ડિજીટલ ડેટાની પણ તપાસ કરાવશે અને તેમાંથી વધુ માહિતી મળી આવે તેની સંભાવના સેવાઈ રહી છે.
ITના અધિકારીઓએ પહેલીવાર PPE કિટ પહેરીને દરોડા પાડ્યા
ગુજરાતમાં કોરોના કાળ દરમ્યાન રેડના ઇતિહાસમાં પહેલીવાર આઈટી સ્ટાફ અને અધિકારીઓએ PPE કિટ પહેરીને દરોડા પાડ્યા હતા. કોરોનાની મહામારીને કારણે આવકવેરા વિભાગના અધિકારીઓ પોતાની તથા અન્ય સલામતી માટે પહેલીવાર PPE કિટનો ઉપયોગ કર્યો.
- IT વિભાગે પોપ્યુલર બિલ્ડર પર પાડેલી રેડના બીજા દિવસે 69 લાખના રોકડ કબ્જે કર્યો
- 82 લાખના દાગીના, મોબાઇલ સહિત ડિજીટલ ટેડા પણ જપ્ત કર્યા
- IT ના અધિકારીઓએ પહેલીવાર PPE કિટ પહેરીને રેડ પાડી