• 24 ઓક્ટોબર સુધી ક્લબનું એકાઉન્ટ વિભાગ બંધ
  • ક્લબના 450 કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે

અમદાવાદ: કોરોના મહામારીનો કહેર અમદાવાદ સહિત વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ગરબા રમવાની સરકાર તરફથી પરવાનગી આપવામાં આવી નથી. કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે અમદાવાદની કર્ણાવતી ક્લબના આઠ કર્મચારી કોરોના પોઝિટિવ થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પરવાનગી મળતા કર્ણાવતી ક્લબને 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જેમાં જોગિંગ અને લાઇબ્રેરી રીડિંગ રૂમબિલિયર્ડ શરૂ કરવામાં આવ્યુ હતું. આ પહેલા ક્લબમાં માત્ર જીમ વોકિંગ એરિયા અને કાફે એરિયા શરૂ કરવામાં આવ્યો હતો. કર્ણાવતી ક્લબમાં 15,000 જેટલા સભ્યો છે જેમાંથી 300 જેટલા સભ્યો ક્લબની મુલાકાત લે છે.

કર્ણાવતી ક્લબના સીઇઓ અને પ્રેસિડેન્ટ સહિત 8 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કર્ણાવતી ક્લબમાં 450 લોકોનો સ્ટાફ છેજેમણે ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યુ છે. કર્ણાવતી ક્લબમાં 8 કર્મચારી કોરોના પોઝિટિવ આવતા અન્ય કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

24 ઓક્ટોબર સુધી એડ્મીનીસટ્રેશન વિભાગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો

મળતી માહિતી પ્રમાણે કર્ણાવતી કલ્બમાં કોરોના વાયરસનો કહેર જોતા 24 ઓક્ટોબર સુધી એકાઉન્ટ વિભાગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ કોરોનાને કારણે કર્ણાવતી કલબ બંધ રાખવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા એકાઉન્ટ વિભાગ બંધ કરવાની ફરજ પડી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud