• સિનેમાઘરોમાં જૂની ફિલ્મો બતાવવાને લઇને હજુ કોઇ નિર્ણય નહીં
  • ગુજરાતી ફિલ્મો રીલિઝ કરવા માટે પણ નિર્દેશકો હાલ તૈયાર નથી

અમદાવાદ: ગુજરાતમાં સરકારના દિશા નિર્દેશો અનુસાર ગુરૂવારે 15 ઓક્ટોબર 2020 થી રાજ્યભરમાં થિયેટર ખુલવાના હતા. પરંતુ સિનેમાઘરના માલિકો અને ફિલ્મ વિતરકો વચ્ચે જૂની ફિલ્મો ફરી ચલાવવાને લઇ સમજૂતી ના થવાને કારણે હવે રાજ્યભરમાં શનિવારે 17 ઓક્ટોબરથી સિનેમાઘરો ખુલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. થિયેટર માલિકોના એક પ્રતિનિધિએ આ જાણકારી આપી છે.

કોરોના મહામારીના કારણે માર્ચથી સિનેમાઘરો બંધ છે

કોવિડ-19 મહામારી ફેલાયા બાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે માર્ચથી થિયેટર અને મલ્ટીપ્લેક્સ બંધ હતા. ગુજરાત સરકારે એક ઓક્ટોબરે જાહેર કરેલી અધિસૂચનામાં 50 ટકા ક્ષમતા સાથે 15 ઓક્ટોબરથી થિયેટર ખોલવાની પરવાનગી આપી હતી.

જાણો, મલ્ટીપ્લેક્સ સંઘના સભ્યએ શું કહ્યું…

ગુજરાત મલ્ટીપ્લેક્સ સંઘના સભ્ય નીરજ આહુજાએ બુધવારે કહ્યુ, “અમે (ગુજરાતના થિયેટર) કાલથી નથી ખોલી રહ્યા, કારણ કે અમે જૂની ફિલ્મો ફરી ચલાવવા પર મુંબઇના વિતરકો સાથે કોઇ નિર્ણય પર નથી પહોચ્યા.” તેમણે કહ્યુ, ઘણી આશા છે કે અમે શનિવારથી મોટાભાગની જૂની ફિલ્મો ચલાવીશું.

ગુજરાતી ફિલ્મ નિર્દેશક પણ નવી ફિલ્મ રીલિઝ કરવા તૈયાર નથી

નીરજ આહુજાએ કહ્યુ કે ગુજરાતી ફિલ્મના વિતરક પણ હજુ નવી ફિલ્મ રિલીઝ કરવા માટે તૈયાર નથી. આ વચ્ચે છત્તીસગઢ સરકારે રાજ્યમાં થિયેટર અને મલ્ટીપ્લેક્સ ખોલવાનો નિર્ણય નથી લીધો. સેન્ટ્રલ સર્કિટ સિને એસોસિએશનના એક સભ્યએ કહ્યુ કે જો લોકડાઉન ચાલુ રહે છે તો તેમણે પોતાના કર્મચારીઓમાં કાપ મુકવો પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !