• 4 લાખ 25 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું
  • 50 કિલો બારદાનમાં રપ કિલો મગફળી ખરીદવાનો નિર્ણય

ગાંધીનગર: ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે મગફળી ખરીદવા અગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે જયેશ રાદડિયાએ જણાવ્યું તકે અત્યાર સુછી 4 લાખ 25 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે નાફેડના નિયમ મુજબ મગફળીની ખરીદી થશે.

4 લાખ 25 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું

મહત્વનું છે કે 21 ઓક્ટોબરથી મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ થશે. જયેશ રાદડિયાએ મહત્વનું નિવેદન આપ્યું કે બારદાનમાં 25 કિલો મગફળી ભરાશે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર વધારાનો ખર્ચ ભોગવશે.જ્યારે બીજી તરફ રાદડિયાએ મહત્વનું નિવેદન આપ્યું કે લેબર, ટ્રાન્સપોર્ટ અને ગોડાઉનનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં કોઈપણ ખેડૂત બાકાત ના રહે તેવી તમામ તૈયારીઓ સરકારે કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે બારદાનમાં 25 કિલો મગફળી ભરવાથી ખર્ચ ઓછો થશે.

50 કિલો બારદાનમાં રપ કિલો મગફળી ખરીદવાનો નિર્ણય

આ વખતે વરસાદમાં મગફળી પલડી ગઇ હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે. 50 કિલો બારદાનમાં રપ કિલો મગફળી ખરીદવાના નિર્ણયને પગલે વધારાના બારદાનનો ખર્ચો પણ સરકાર ભોગવશે. જો કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવાને લઇને સરકારે કોઇ નિર્ણય નથી લીધો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !