• PM મોદી એરપોર્ટથી ગાંધીનગર કેશુબાપાના ઘરે પહોંચ્યા બાદ કનોડિયા પરિવારને સાંત્વના પાઠવી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના નેતાઓએ હાજર

ગાંધીનગર. PM નરેન્દ્ર મોદીના 2 દિવસના ગુજરાત પ્રવાસની આજથી શરૂઆત થઇ ગઇ છે. PM નરેન્દ્ર મોદી ગુજરાત ખાસ વિમાન દ્વારા સવારે 9:45 કલાકે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમનને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોડવી દેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના નેતાઓએ હાજર રહ્યા હતા. એરપોર્ટથી તેઓ ગાંધીનગર ખાતે સ્વ. કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને જવા રવાના થયા હતા.

PM મોદી એરપોર્ટથી ગાંધીનગર કેશુબાપાના ઘરે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ સ્વ. કેશુભાઈ પટેલના ઘરે પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. તેઓએ સૌથી પહેલા કેશુબાપાની તસવીરને પ્રણામ કર્યા હતા. ત્યાર બાદ PM મોદી કેશુભાઈ પટેલના પરિવારજનો સાથે થોડી વાતચીત કરી હતી. રાજનીતિમાં ભિષ્મ પિતામહ એવા કેશુભાઈ PM મોદીના માર્ગદર્શક બની રહ્યા હતા. વર્ષો સુધી તેઓએ સાથે કામ કર્યું હતું. ત્યારે પોતાના ગુરુ એવા કેશુભાઈને તેઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.

હવે PM મોદી કનોડિયા પરિવારને સાંત્વના પાઠવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા

PM નરેન્દ્ર મોદી હવે ગુજરાતી ફિલ્મજગતના બે ધુરંધર કલાકારો એવા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ઘરે તેમના પરિવારજનોને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. તેમનો પરિવાર પણ ભાજપ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલો છે અને તેમના પરિવારને પણ પીએમ મોદીએ સાંત્વના પાઠવી. ત્યાર બાદ વડાપ્રધાન મોદી કેવડિયા જશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud