• બિનવારસી થેલામાંથી બોમ્બની જગ્યાએ પોલીસને મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો
  • અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં SLR (સ્લિપર) કોચ અને જનરલ કોચના બફર વચ્ચેના નીચેના ભાગમાં મહક સિલ્વરના સિમ્બોલનો થેલો ધ્યાને આવ્યો
  • પોલીસે 200 ગ્રામ સેમ્પલ લઇને રૂ. 28,680 કિંમતનો 4.580 કિલો ગાંજો જમા કરીને આ કેસમાં અજાણ્યા શખ્શ સામે ગુનો નોંધાની વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ.અમદાવાદ પશ્ચિમ પોલીસને આજે સવારે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન (Ahmedabad-Howrah Express Train) માં બિનવારસી હાલમાં થેલો મળી આવવાના સમાચાર મળતા દોડધામ મચી ગઇ હતી. બિનવારસી હાલમાં થેલો મળી આવવાના સમાચાર મળતા રેલવે પોલીસે બોમ્બની આશંકાના પગલે તાત્કાલીક બોમ્બ સ્કોડને પણ બોલાવી દીધી હતી. બોમ્બ સ્કોડ તત્કાલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ બાદ થેલોમાંથી બોમ્બ ન નીકળતા તમામ લોકોને હાશકારો થયો હતો. પરંતુ બિનવારસી થેલામાંથી બોમ્બની જગ્યાએ પોલીસને મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટના બાદ રેલવે પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરીને અજાણ્યા શખ્શ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં SLR (સ્લિપર) કોચ અને જનરલ કોચના બફર વચ્ચેના નીચેના ભાગમાં મહક સિલ્વરના સિમ્બોલનો થેલો ધ્યાને આવ્યો હતો. જેને પગલે રેલવે કર્મચારીએ તત્કાલ રેલવે પોલીસને જાણ કરી હતી. આ માહિતીના આધારે રેલવે પોલીસે કાંકરિયા પાસેના રેલવે વોશિંગ યાર્ડમાં પેટ્રોલિંગ કરી રહેલા સ્પેશલ ઓપરેશન (SOG) ગ્રુપમાં ફરજ બજાવતા હેડ કોન્સેટબલ જયદીપસિંહ અને સ્ટાફને જાણ કરી.

ફરિયાદના પગલે તેમની આખી ટીમ બોમ્બ સ્કોડ સાથે તપાસ માટે પહોંચી. પરંતુ બિનવારસી થેલામાંથી બોમ્બ ન મળતા લોકોમાં હાશકારો થયો હતો. પણ એ થેલામાંથી 4.780 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 200 ગ્રામ સેમ્પલ લઇને રૂ. 28,680 કિંમતનો 4.580 કિલો ગાંજો જમા કરીને આ કેસમાં અજાણ્યા શખ્શ સામે ગુનો નોંધાની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે રેલવે સ્ટેશનના CCTV કેમેરા ચેક કરીને તે જગ્યાએ કોણ આવ્યું હતું અને ક્યા ગયું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud