ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે વેજલપુરમાંથી 8 જુગારીઓને જુગાર રમતા પકડ્યા
વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ 1 આરોપીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું
અમદાવાદ. વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલે શનિવારે રેડ પાડીને એક મકાનમાં ચાલતા જુગારધામને ઝડપી પાડ્યું હતું. આ જુગાર કોઈનથી રમાડવામાં આવતો હતો. બાતમીના આધારે સ્ટે મોનીટરીંગ સેલે રેડ પાડી અને જુગાર રમતા 8 લોકોની 1.90 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જેને પગલે વેજલપુર પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. પણ આ કેસમાં રવિવારે સવારે વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ 8 જુગારીઓમાંથી એકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે PI, ACP અને DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ વેજલપુર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. જોકે આરોપીનું ક્યા કારણથી મોત નિજપ્યું છે તેની તસાપ ચાલુ છે.
મૃતક આપીને ગંભીર બિમારી હોવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે શનિવારે રાત્રે વેજલપુલ વિસ્તારમાંથી બાતમીના આધારે જુગાર રમતા 8 લોકોની ધરપકડ કરી હતી અને વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. જોકે પોલીસની હાલ પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે મૃત થનાર આરોપીને ગંભીર બિમારી હતી. જેનું નામ અબ્દુલ કાદર શેખ છે.
આરોપીની તબિયત લથડતા સારવા માટે હોસ્પિટલ ખસેડાયો હતો
આરોપીની પોલીસ લોકઅપમાં તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. હજુ તમામ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરવાનો બાકી હોય તમામને લોકઅપમાં મુકવામાં આવ્યા હતા. અધિકારીઓના કહેવ પ્રમાણે તમામના કોરોના ટેસ્ટ રીપોર્ટ બાદ તેમની ધરપકડ કરવાની હતી. આ ઘટનાની જાણ થતાં જ PI, ACP અને DCP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
- ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે વેજલપુરમાંથી 8 જુગારીઓને જુગાર રમતા પકડ્યા
- વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ 1 આરોપીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
- આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું