માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સના નામે વેપારીઓ પર પોલીસનો સતત ત્રાસ
ધમકી આપી ફરીયાદ કરવાના નામે નાણા વસુલે છે
ખાડિયા વિસ્તારમાં પોલીસના ત્રાસથી કંટાળીને ચપ્પલના વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યું
અમદાવાદ : શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. તો બીજી તરફ શહેરની પોલીસ સામાન્ય જનતાને વધુ હેરન કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસ અને વેપારીઓ વચ્ચેના ઘર્ષણનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બાદ હવે ખાડિયા પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે. બે દિવસ પહેલા માસ્કના નામે ખાડિયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ચંપલના વેપારીને માર માર્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે.
એક ગંભીર ગુનેગારને માર મારે એવો માર મારવામાં આવે છે
વેપારીએ વાઈરલ કરેલા આ વિડિયોમાં તે પીઠ બતાવીને કહે છે કે, ગંભીર ગુનેગારને માર મારે એવો માર માર્યો છે. તેમજ તેમની પીઠ પર લાલ ચકામા પણ જોવા મળ્યા હતા.
પોલીસ માસ્કના નામે વેપારીઓને સતત હેરાન કરી રહી છેઃ વેપારીઓ
પોલીસની સતત હેરાનગતીના વિરોધમાં સારંગપુર કોટની રાંગ પાસે ચંપલના વેપારીઓએ સ્વયંભુ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ નોંધાવી પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ માસ્કના નામે વેપારીઓને હેરાન કરે છે. દુકાનમાં બે લોકો હોય તો પણ સોશિયલ ડિસ્ટન્સના નામે દંડ ફટકારે છે.
પોલીસે પોતાનો બચાવ કર્યો
ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પિયુષ પટેલે જણાવ્યું હતું કે માસ્ક મામલે પોલીસ સાથે વેપારીએ ઉદ્ધતાઇ કરી હતી. પોલીસ તો માસ્ક મામલે દંડ ફટકારે છે. વેપારી પાસે માફીપત્ર લખાવ્યું છે.
માસ્ક સહેજ પણ નીચું હોય છે તો પણ પોલીસ માસ્ક ન પહેરવાનો દંડ વસુલે છે
અમદાવાદમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સના નામે વેપારીઓ પર પોલીસનો સતત ત્રાસ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ કાલુપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસકર્મીઓએ પણ વેપારી સાથે સોશિયલ ડિસ્ટન્સના નામે દંડ માંગ્યો હતો, જેમાં વેપારી અંદર હોવા છતાં તેમની સાથે દંડ મામલે બોલાચાલી કરી અને ધમકી આપી હતી કે અમે કોર્પોરશનમાંથી નથી આવ્યા, પોલીસ છીએ અને ગુનો દાખલ કરી દઈશ. ગળાથી પકડી વેપારીના પુત્રને પોલીસ ચોકીમાં ઉઠાવી ગયા હતા. જ્યાં તેની પાસે માફીપત્ર લખાવી દંડ લઈ જવા દીધો હતો.
- માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સના નામે વેપારીઓ પર પોલીસનો સતત ત્રાસ
- ધમકી આપી ફરીયાદ કરવાના નામે નાણા વસુલે છે
- ખાડિયા વિસ્તારમાં પોલીસના ત્રાસથી કંટાળીને ચપ્પલના વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યું