અમદાવાદ. રાજ્યભરમાં કોરોનાનો કહેર ઘટવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે હવે તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. જેને પગલે લોકો ખરીદી કરવા માટે બજારમાં નિકળી પડ્યા છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા બજારમાં નિકળી પડતા કોરોનાનું જોખમ વધી જાય છે. જેને પગલે અમદાવાદ કોર્પોરેશને કપડા વહેચતા ફેરિયા અને વેપારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

કપડા વહેચતા ફેરિયા-વેપારીઓને દર 15 દિવસે ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવો પડશે

અમદાવાદ કોર્પોરેશન (AMC) એ કોરોના સંક્રમણ અટકાવવા માટે નવી ગાઇડ લાઇન્સ જાહેર કરી છે. કોર્પોરેશનની આ નવી ગાઇડ લાઇન્સ પ્રમાણે શહેરમાં ખુલ્લામાં કપડા વહેચતા વેપારી-ફેરિયાઓએ દર 15 દિવસે પોતાનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે. સાથે જ કપડા વેચતા સમયે ગ્લોવ્ઝ પહેરવા પડશે.

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ ઓછા થઇ રહ્યા છે ત્યારે સાવચેતી અને તકેદારીના ભાગરૂપે શહેરમાં નાના વેપારીઓ અને ફેરિયાઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.

શાકભાજીની લારીવાળા, પાથરણાંવાળા, ફેરિયાઓ તથા નાના વેપારીઓએ હવેથી સેનિટાઈઝિંગ અને થર્મલ ગન રાખવાં પડશે, એ ઉપરાંત હાથલારી ચલાવતા ફેરિયાઓએ હાથ ઢાંકવા માટે ગ્લોવ્ઝ પહેરવાનાં રહેશે તેમજ દર 15 દિવસે તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. ડોમના પ્રવેશદ્વાર પર સેનિટાઈઝર અને ટેમ્પરેચર માપવા થર્મલ ગન પણ રાખવાં પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !