• અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં ભિષણ આગ, ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદ: ચાંગોદર વિસ્તારમાં હાઇવે પર એક ફેક્ટરીમાં અચાનક ભિષણ આગ લાગી છે. આગ અંગેની જાણ થતા જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

જો કે હાલ પ્રાથમીક તપાસમાં ચાંગોદર હાઇવે પર કેમિકલ ફેક્ટરીમાં આ આગ લાગી છે. પણ ક્યા કારણો સર લાગી છે આ આગ તે હજુ ખ્યાલ નથી આવ્યો. મહત્વનું છે કે આ આગમાં હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર નથી મળી રહ્યા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !