• મંદિરના ટ્રસ્ટીઓએ જ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો: સરકાર
  • કોરોનાના કારણે મિઠાઇ ઉદ્યોગને રાજ્યમાં અંદાજે 700 કરોડનું નુકસાન

ગાંધીનગર : કોરોનાકાળમાં પહેલા ગરબા પર પ્રતિબંધ અને હવે નવરાત્રિ પર પાવાગઢ સહિતના મંદિરો બંધ રહેવાના છે. જેને લઈને ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, રાજ્ય સરકારે એક પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો નથી. પરંતુ નવરાત્રિ પર શક્તિપીઠો સહિતના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી મંદિર ટ્રસ્ટીઓએ જ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

મંદિરના ટ્રસ્ટીઓએ જ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો

રાજ્યમાં મંદિરો બંધ રાખવાના મામલે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી હતી. પ્રદિપસિંહ જાડેજાએ આ પત્રકાર પરિષદમાં કહ્યું કે, નવરાત્રિ દરમિયાન જે મંદિરો બંધ રહેશે ત્યાં પણ પૂજા, આરતી અને હવન સહિતની ધાર્મિક ક્રિયાઓ યથાવત રહેશે. મહત્વનું છે કે ગુજકાત સરકારે તો કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ મંદિરો ખોલવાનો અગાઉ નિર્ણય કર્યો હતો.

સરકારે પ્રસાદ વેચવાની મંજૂરી આપતા વેપારીઓને હવે નુકસાન નહીં થાય

સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈના વેપારીઓને હવે નુકસાન વેઠવું નહીં પડે. સરકારે પેકેટ બનાવીને પ્રસાદ વેચવાની મંજૂરી આપી હોવાથી તેનો બગાડ પણ નહીં થાય અને કોરોનાની ગાઇડ લાઇન્સનો અમલ પણ થઇ શકશે.

પ્રસાદ માટે સરકારે આ પ્રકારની છુટછાટ આપી

1) એક વ્યક્તિ જેટલો પ્રસાદ વિવિધ પેકેટમાં પેક કરીને એક ટેબલ પર મૂકી દેવાય, જેથી એને વહેંચવાની જરૂર જ ન રહે.
2) દરેક વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી જાતે જ પ્રસાદ લઇ લે.
3) પ્રસાદને પેક કરતાં પહેલાં હાથને સેનિટાઇઝ કરી દેવા, જેથી તે સુરક્ષિત થઇ જાય.
4) જો પ્રસાદનું વિતરણ કરવું હોય તો ગ્લોવ્ઝ પહેરીને એનું વિતરણ થઇ શકે અથવા તો જે વ્યક્તિ વહેંચે તે હાથને સેનિટાઇઝ કરીને અને માસ્ક પહેરીને કરી શકે.
5) સીંગ-સાકરિયા, રેવડી, ટોપરાની છીણ, પિપરમિન્ટ કે એવો છૂટો પ્રસાદ નાની થેલીઓમાં કે પેપરમાં પેક થઇ શકે, જેથી લોકો જાતે લઇ શકે.
મીઠાઇના વેપારીઓ પણ એક વ્યક્તિ મીઠાઇ લઇ શકે તેવા પેકેટમાં એ પેક કરી શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !