લોકડાઉનને કારણે અમદાવાદના MSC IT નો અભ્યાસ કરતો સિદ્ધાર્થ પંચાલ નામનો યુવક બેકાર થઇ ગયો
IT એન્જિનિયર યુવકના માથે 30 હજારનું દેવું માથે હતું. તેને ચુકવવા માટે યુવક લુટારૂ બન્યો
પાડોશી પાસે નાણાં હોવાથી તેની પાસેથી ખંડણી ઉઘરાવવાનું નક્કી કર્યું, તેણે યુ ટ્યુબ પર વર્ચ્યુઅલ કોલ કરવા અંગેની ટેકનીક શીખી પૈસા માંગ્યા
અમદાવાદઃ કોરોનાની મહામારીના કારણે માર્ચ મહિના બાદ લોકડાઉન લાગતા અનેક વેપાર ધંધાને અસર થઇ હતી. જેના કારણે કેટલાંક વેપારીઓને ધંધા બંધ કરવાની પણ ફરજ પડી હતી તો કેટલાંક વેપારીઓએ ખર્ચો ઘટાડવા માટે કર્મચારીઓને છુટા કરવા પડ્યા હતા. તેવામાં લોકડાઉનને કારણે અમદાવાદના MSC IT નો અભ્યાસ કરતો સિદ્ધાર્થ પંચાલ નામનો યુવક બેકાર થઇ ગયો હતો. બેકાર બનેલા સિધ્ધાર્થ પંચાલે નાણાં કમાવવા માટે ખતરનાક રસ્તો અપનાવ્યો હતો.
પોલીસથી બચવા યુવકે લુંટ દરમ્યાન 3 વાર કપડાં બદલ્યા
લોકડાઉન સમયે બેકાર બનેલા અમદાવાદના IT એન્જિનિયર યુવકના માથે 30 હજારનું દેવું માથે હતું. તેને ચુકવવા માટે યુવક લુટારૂ બની ગયો હતો. યુવકના માથે દેવું થઈ જતા ચિંતામાં મુકાયેલા યુવકે લુંટને અંજામ આપ્યો હતો. પણ CCTV ફૂટેજના આધારે સોલા પોલીસે લુંટ કરનાર શખ્સની ગણતરીના કલાકમા ધરપકડ કરી છે. પોલીસને પણ લુંટમાં ગોથે ચડાવનાર આ યુવક લુંટ કરીને પોલીસથી બચવા માટે એક નહીં પણ 3 વાર કપડાં બદલ્યા હતા તથા લુંટ માટે બાઈક પણ ચોરીનું વાપર્યું હતું. પોલીસને બાઈક ચોરી કરતા અને બનાવ બાદના CCTV મળતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
[caption id="attachment_4196" align="aligncenter" width="300"] આરોપી - સિદ્ધાર્થ પંચાલ[/caption]
યુવકે યુટ્યુબ પરથી જોઇને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેણે પોતાના પાડોશી પાસે નાણાં હોવાથી તેની પાસેથી ખંડણી ઉઘરાવવાનું નક્કી કર્યું, તેણે યુ ટ્યુબ પર વર્ચ્યુઅલ કોલ કરવા અંગેની ટેકનીક શીખીને અમદાવાદ ભીમજીપુરા ક્રાંતિ એપાર્ટમેન્ટમાં તેમના પાડોશમાં રહેતા વિજયભાઇ સોનીને બિશ્નોઇ ગેંગ નામે કોલ કરીને તેમની પાસે ત્રણ લાખની માંગણી કરી હતી અને જો નાણાં ન આપે તો તેમની દીકરી અને પરિવારને પરેશાન કરી મુકશે. તે પહેલા તેણે ખંડણીની માંગણી કરતો એક પત્ર પણ મોકલ્યો હતો.
જેથી ડરી જઇને વિજયભાઇએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. વર્ચ્યુઅલ કોલને ટ્રેક કરવો અઘરો પડતા સમગ્રે કેસની તપાસમાં ક્રાઇમબ્રાંચ જોડાઇ હતી અને ટેકનીકલ સર્વેલન્સને આધારે સિધ્ધાર્થ પંચાલની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, તેની સાથે મદદમાં રહેનાર યુવકની શોધખોળ શરુ કરી છે. ત્યારે આરોપીની મોડ્સ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.