રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફીમાં 25%ની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે સરકારનાં આ નિર્ણયથી વાલીઓમાં કચવાટ છે. અને તેઓ 75-100 ટકા ફી માફીની માંગ કરી રહ્યા છે. ત્યારે વાલીઓની આ લાગણીને વાચા આપવા માટે NSUI દ્વારા કલેક્ટર કચેરીએ થાળીઓ વગાડી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં NSUI નાં આગેવાનો કાર્યકરોએ ‘ભાજપ સરકાર હાય હાય’ સહિતનાં સરકાર વિરોધી પણ સૂત્રોચ્ચાર કરતા પોલીસે 10થી વધુ આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી લીધી છે.

આ તકે NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, કોરાનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવા તેમજ રોજગાર-ધંધાઓમા મંદીનાં કારણોસર સમ્રગ રાજ્યના વાલીઓમાં ફી માફી માંગણીઓ ઉઠી છે. પંરતુ રાજ્ય સરકારે વાલીઓને 25%ની લોલીપોપ આપી છે. એટલું જ નહીં સરકારની સ્પષ્ટ મનાઈ હોવા છતાં શાળા સંચાલકો આ 25 ટકાનો લાભ લેવા માટે 31 ઓક્ટોબર સુધીમાં ફી ભરવી ફરજીયાત હોવાનું જણાવી વાલીઓ પર દબાણ કરી રહ્યા છે.

ત્યારે આવા સંચાલકો સામે કોઈ પગલાં લેવાને બદલે સરકાર મુક પ્રેક્ષક બની ગઈ છે. જેનું એકમાત્ર કારણ ખાનગી શાળાના સંચાલકો સાથે સરકારની સાંઠગાંઠ હોય તેવું જણાઈ રહ્યું છે. અમારી માંગ છે કે હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખીને વિધાર્થીઓની એક સત્રની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે અને જ્યાં સુધી આ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અલગ-અલગ રીતે વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવામાં આવશે. અને કુંભકર્ણ નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા માટે આજે થાળીઓ વગાડીને વિરોધ કરાયો હોવાનું પણ તેમણે કહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !