બાળકીના ગાલ પર બચકાનું નિશાન રહી જતાં દુકાનદારનો ભાંડો ફુટ્યો
બાળકીના દાદાએ દુકાનદારને ધમકાવતા માફી માંગી પણ પરિવારે સબક શિખવવા પોલીસ ફરિયાદ નોંધાવી
અમદાવાદ. રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં ચોકલેટ લેવા ગયેલી 8 વર્ષની બાળકીના ગાલમાં બચકુ ભર્યું હતું. આ ઘટનામાં બાદ બાળકીના પરિવારે પોલીસ ફરીયાદ નોંધાવી હતી અને ફરિયાદના પગલે દુકાનદાર રજીઅહેમદની ધરપકડ કરવામાં આવી હતી.
દુકાનદારે બાળકીનો હાથ પકડી દુકાનની અંદર ખેચી ગાલ પર બચકું ભર્યું
પોલીસના જણાવ્યા અનુસાર શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ જુના બાપુનગર મોમીન મસ્જિદ પાસે રહેતી 8 વર્ષની બાળકી 2 દિવસ પહેલા નજીકની જનરલ સ્ટોરમાં ચોકલેટ લેવા માટે ગઇ હતી. જ્યા ચોકલેટ લેવા ગયેલી બાળકીને દુકાનદારે હાથ પકડીને દુકાનની અંદર ખેચી લીધી હતી અને બાળકીના ડાબા ગાલમાં બચકું ભર્યું હતું.
બાળકીના ગાલ પર બચકાનું નિશાન રહી જતાં દુકાનદારનો ભાંડો ફુટ્યો
બાળકીના ગાલ પર બચકાનું નિશાન પડી ગયું હતું. બાળકી જ્યારે ઘરે ગઇ ત્યારે સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી અને દુકાનદારનો ભાંડો ફુટી ગયો હતો. આ ઘટના બાદ બાળકીના દાદાએ દુકાનદારને ધમકાવતા દુકાનદારે માફી માંગી લીધી હતી.
પોલીસ ફરિયાદ બાદ દુકાનદાર રજી અહેમદની ધરપકડ
પણ પરિવારે આટલાથી જ સંતોષ ન માનતા બાળકીના દાદાએ આજે દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે રખિયાલ પોલીસ સ્ટેશનના કર્મીએ પોલીસ ફરિયાદ નોંધીને દુકાનદાર રજીઅહેમદ શેખની આજે સવારે ધરપકડ કરી હતી.
- બાળકીના ગાલ પર બચકાનું નિશાન રહી જતાં દુકાનદારનો ભાંડો ફુટ્યો
- બાળકીના દાદાએ દુકાનદારને ધમકાવતા માફી માંગી પણ પરિવારે સબક શિખવવા પોલીસ ફરિયાદ નોંધાવી