WatchGujarat. BRTS બસ દ્વારા અકસ્માત અવાર – નવાર થતા હોય છે. બુધવારે શહેરના અખબારનગર અન્ડરબ્રિજની દિવાલમાં બસ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા. જેને પગલે પાંચ લોકોને ઈજા પહોંચી છે. બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, BRTS બસ લોકોની સુગમતા અને સુખાકારી માટે ચલાવવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓને કારણે બસ ને ચાલતા – ફરતા યમરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બસના અન્ય વાહનો સાથે અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમ છત્તા બસ સેવાની કાર્યશૈલી પર કોઇ ખાસ ફર્ક જોવા મળ્યો નથી.
શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા. જેને પગલે પાંચ લોકોને ઈજા પહોંચી છે.#WatchGujarat #AHMEDABADBRTS #BRTS #Gujaratinews @AhmedabadBRTS @AmdavadAMC pic.twitter.com/KNBQUMFz0w
— Watch Gujarat (@WatchGujarat) December 9, 2020
બુધવારે બપોરે અખબારનગર અન્ડર બ્રિજમાં બસ દીવાલમાં ઘુસી ગઇ હતી. દિવાલમાં ઘુસી જવાને કારણે બસના બે ફાડીયા થઇ ગયા હતા. અકસ્માતને કારણે બસના ડ્રાઇવર સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે પોલીસ દોડતી થઇ હતી.