#Ahmedabad - MLA ઇમરાન ખેડાવાલાનો વિધાનસભા અધ્યક્ષને પત્ર, વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા માંગ
MLA Imran Khedawala

WatchGujarat. દિવાળીબાદ થી લઇને રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવ્યો છે. જેને લઇને સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભા અધ્યક્ષને લેખીતમાં પત્ર લખવામાં આવ્યો છે. અને તેમાં વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેની સાથે અમદાવાદમાં કોરોના પોઝીટીવના મોતમાં આંકડા, મૃતદેહોને લઇ જતી શબવાહિનીઓમાં અવ્યવસ્થા સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. #MLA #Imran Khedawala

વાંચો ઇમરાન ખેડાવાલા દ્વારા લખવામાં આવેલો પત્ર –

વિધાસનભા અધ્યક્ષને ઉદ્દેશીને ઈમરાન ખેડાવાલાએ વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરી છે. તેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, કોરોના મહામારીમાં અમદાવાદમાં કેસોની સંખ્યા ખૂબ વધી છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને જગ્યા, પથારીઓ મળતી નથી. ખાનગી હોસ્પિટલોમાં પણ લાખો રૂપિયાની ફી આપ્યા બાદ કોવિડની પથારી ઉપલબ્ધ નથી. સરકારી હોસ્પિટલોમાં કોરોના પોઝીટીવ દર્દીઓના મૃતદેહોની અંતિમવિધિ કરવામાં પણ મલાજો જળવાતો નથી તેના વિડીયો અનેક વખત સોશિયલ મિડીયા અને સમાચારોમાં આવી ચુક્યા છે. એમ્બ્યુલન્સ વાનમાં એકથી વધારે મૃતદેહોને સ્મશાને લઈ જવામાં આવી રહ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓની કરવામાં આવેલ અંતિમ વિધિમાં સ્મશાન અને સરકારના જાહેર કરાતાં આંકડામાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે.

પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકો અમારી પાસે કોરોના મહામારીમાં સારવારને લગતી લેખિત, મૌખિક કે ટેલિફોનિક રજૂઆત કરે છે. જેથી લોકોને સારવાર મળે તે માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે અધિકારીઓને ટેલિફોનિક કે મેસેજ કરીને ભલામણ કરીએ છીએ. વન વિભાગના મુખ્ય અધિક સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડો. રાજીવ ગુપ્તાને ટેલિફોન કરીને કોરોના દર્દીઓને સારવાર અને અન્ય પ્રશ્નોના જલ્દી નિકાલ થાય કે વહીવટમાં અનુકૂળતા રહે તે માટે ધ્યાન દોરીને વિનંતી કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ ઉચ્ચ સનદી અધિકારી ક્યારેય પ્રજાના પ્રતિનિધિના ટેલિફોન ઉપાડતા નથી કે એસએમએસનો જવાબ આપતા નથી. #MLA

આવી રીતે ક્યારેય જવાબ ન આપતા હોવાથી અમે સોશિયલ મીડિયામાં ટ્વીટરના માધ્યમથી ડો. રાજીવ ગુપ્તા અને સરકારના વિભાગનું ધ્યાન અમે તેમને અનુકૂળ ન હોય તેવું કોઈ ધ્યાન દોરી ન શકીએ. તેમજ તેની સોશિયલ મીડિયાની હરકતો જોઈ ન શકીએ. તેના એકાઉન્ટમાં કેવા અને કોના ફોટો રાખ્યા છે તેની ટિપ્પણી કરવી નથી. પરંતુ ધારાસભ્ય તરીકે સનદી અધિકારી પ્રોટોકોલ મુજબ યોગ્ય સમયે ફોન ઉઠાવીને જવાબ ન આપી શકે તો અનુકૂળતાએ પરત ફોન કરવાની આશા આવા અધિકારીઓ પાસેથી રાખવાની તો દૂર પણ ક્યારેય ફોન ઉપાડવા નહીં. મેસેજના જવાબ આપવા નહીં. નાગરિકોને પડતી મુશ્કેલીઓ કે ફરિયાદોનું નિરાકરણ લાવવા બદલ ટ્વીટર પર બ્લોક કરીને ધારાસભ્ય તરીકે મને મળેલા વિશેષ અધિકારોનો ભંગ કરીને મારું અપમાન કરેલું છે. તેથી તેમની સામે ગુજરાત વિધાનસભાના નિયમ 249 મુજબ વિશેષાધિકાર ભંગનો મુદ્દો ઉપસ્થિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરું છું.

રાજ્ય સરકારમાં ફરજ બજાવતા ઉચ્ચ સનદી અધિકારીઓ ધારાસભ્યોના પત્રોના કે ટેલિફોનના જવાબો ન આપતા હોવાની ફરિયાદનો કે ચર્ચા વિધાનસભા ગૃહમાં થયેલી છે ત્યારે આપશ્રી અને આપના પુરોગામી માનનીય અધ્યક્ષોએ પણ ધારાસભ્યોનું માન જળવાઈ તેમના પત્રોના જવાબો મળે, ફોન, મોબાઈલ અન્ય સંદેશાઓના યોગ્ય જવાબો સમયમર્યાદામાં મળે તેવા આદેશો પણ આપેલા છે. આ ફરિયાદમાં કોઈ વ્યક્તિગત કામ કે સમસ્યા માટે કોઈ વિનંતી નથી હોતી, પ્રજાના પ્રતિનિધિ તરીકે કોઈ તકલીફ હોઈ હાલમાં મહામારી ચાલી રહી છે. ત્યારે સવિશેષ જવાબદારી બનતી હોય છે. આથી આ બાબતને ગંભીરતાથી લઈને આપને વિશેષાધિકાર ભંગ બદલ યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી આદેશ કરશો. 

#Ahmedabad - MLA ઇમરાન ખેડાવાલાનો વિધાનસભા અધ્યક્ષને પત્ર, વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા માંગ
page 1

 

#Ahmedabad - MLA ઇમરાન ખેડાવાલાનો વિધાનસભા અધ્યક્ષને પત્ર, વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા માંગ
page 2
More #MLA #Imran Khedawala #Ahemdabad News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud