પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહ માટે આ મહિલા દેહવેપાર કરતી હતી.
પરંતુ છેલ્લા ઘણા સમયથી તેણે આ કામ છોડી દીધું હોવા છતાં પોલીસની ઓળખ આપી ચાર યુવતી તેના ઘરે ઘૂસી ગઈ હતી
મહિલાએ રાજકોટ રહેતી દીકરીને ફોન કરી આપ વીતી જણાવતા દીકરીએ રાજકોટ પોલીસ કંટ્રોલ મારફતે ખાડિયા પોલીસને ઘરે મોકલી
મહિલાએ સમજદારીથી મામલો સંભાળતા નકલી પોલીસની ધરપકડ થઇ
અમદાવાદ. ખાડીયામાં રહેતી 50 વર્ષીય મહિલાએ પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહ માટે દેહવેપાર કરતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી મહિલાએ આ કામ છોડી દીધું હોવા છતાં નકલી પોલીસની ઓળખ આપી ચાર યુવતી રવિવારે સાંજે તેના ઘરે ઘૂસી ગઈ હતી. અને મહિલાને દેહવેપાર કરાવતી હોવાની મળેલ અરજીના સમાધાન કરવા રૂ, 30 હજાર આપવા પડશે તેવી ધમકી આપી હતી. પરંતુ મહિલાની શૂઝબૂજના કારણે નકલી પોલીસની ઓળખ આપનારની ખાડિયા પોલીસે ધરપકડ કરી છે.
શહેરના ખાડિયા વિસ્તારની એક પોળમાં 50 વર્ષીય મહિલા તેની નણંદ સાથે રહે છે. અને ઘરકામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. 14 વર્ષ પહેલાં તેના પતિ મૃત્યુ પામ્યા હતા. અને સંતાનમાં 25 વર્ષની એક પુત્રી છે. જેના લગ્ન રાજકોટ ખાતે થયા છે અને બીજા બે જુડવા પુત્રો છે. આ બંને પુત્રોએ દીક્ષા લઈ મુનિ બની ગયા છે. હાલમાં બંને સુરત ખાતે આશ્રમમાં રહે છે. મહિલાના પતિનું મૃત્યુ થતા જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં હોવાથી તેણી ઘરે દેહવેપાર કરતી હતી. જોકે, હાલ આ મહિલાએ દેહવ્યાપાર બંધ કરી દીધો છે. દેહવેપાર કરાવતી હતી. ત્યારે તેને ત્યાં પ્રીતિ વિપુલકુમાર જાદવ (રહે,બાપુનગર) નામની એક યુવતી પણ આવતી હતી અને તે પણ દેહવેપાર કરતી હતી. જેથી મહિલા પ્રીતિ જાદવને ઓળખે છે.
રવિવારે મહિલા તેના ઘરે હતી. ત્યારે સાંજે 7.45 વાગ્યે પ્રીતિ જાદવ અન્ય ત્રણ યુવતીઓ સાથે આવી હતી. અને મહિલાના ઘરનું બારણું ખખડાવી તેને બહાર બોલાવી હતી. મહિલાના ઘરે આવેલી ચાર યુવતીઓ સાદા ડ્રેસમાં હતી. અને મોઢા પર દુપટ્ટા તથા માસ્ક પહેરીને આવી હતી. દરમિયાન પ્રીતિએ મહિલાને પોતે તથા તેની સાથે આવેલી તમામ યુવતીઓ પોલીસમાં છે તેમ મહિલા પર રોફ જમાવ્યો હતો. અને તું તારા ઘરે દેહ વેપાર કરાવે છે અને અમારી પાસે તારા વિરુદ્ધમાં અરજી આવેલી છે. તેમ જણાવ્યું હતું. જેથી મહિલા ગભરાઈ ગઈ હતી અને તેણીએ જણાવ્યું કે, તેણી પહેલા હું આ બધો ખોટો ધંધો કરાવતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ધંધો કરતી નથી. જેથી આ ચાર છોકરીઓએ સમાધાન કરવું હોય તો 30 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી મહિલાને પોલીસ સ્ટેશન લઇ જઇ મારવાની ધમકી આપી હતી.
મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ગયા હતા. મહિલાને આવેલ ચારેય યુવતીઓ નકલી પોલીસ હોવાની શંકા જતા રાજકોટ રહેતી દીકરીને ફોન કરી જાણ કરી હતી. દીકરીએ રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા રાજકોટ કંટ્રોલ રૂમ દ્વારા ખાડિયા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી હતી. ખાડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાના ઘર પાસેથી નકલી પોલીસનો રોફ કરી રહેલી પ્રીતિ વિપુલકુમાર જાદવ, પ્રિયંકા મયુર મકવાણા (રહે,સરસપુર), અંકિતા યોહાન પરમાર(રહે,નરોડા),અને દિપાલી મુકેશ પરમાર(રહે, નરોડા) વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. અને આ ચારેય આરોપીએ અન્ય કોઈને ધમકાવી આ રીતે પૈસા પડાવ્યા છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરી છે.