• 8 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપની લોકડાઉનમાં ઠપ થતા દેવું વધ્યું
  • વલસાડ પોલીસે શંકાના આધારે આ યુવકને પકડ્યા બાદ પુછપરછ કરતા આ સમગ્ર કિસ્સો સામે આવ્યો
  • GST અને કોરોનાના કારણે લોકડાઉનથી કંપનીનો મોટો ફટકો પડ્યો


અમદાવાદ. કોરોના વાયરસની મહામારી વિશ્વભરમાં તબાહી મચાવી રહી છે. તેનું એક જીવતું જાગતું ઉદાહરણ ગુજરાતમાં જ જોવા મળ્યું છે. કોરોના વાયરસથી લોકોને કેટલું નુકસાન થઇ રહ્યું છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે પણ તેનો અંદાજો આ કિસ્સામાંથી લગાવી શકાય છે.

અમદાવાદમાં કરોડોનું ટર્ન ઓવર કરતી કંપનીના એક સંચાલકે લોકડાઉનમાં ખોટ આવી જતાં દારૂનો ધંધો શરૂ કરી દેવો પડ્યો હતો. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે વલસાડ પોલીસે શંકાના આધારે આ યુવકને પકડ્યા બાદ તપાસમાં તેના વાહનમાંથી દારૂ મળી આવ્યો હતો. ત્યાર બાદ પુછપરછ કરતા આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો.

રાહુલની કંપની 8 કરોડનું ટર્નઓવર ધરાવતી હતી

અમદાવાદના પીરાણામાં વિસ્તારમાં રાહુલ દીપર શાહ કેમિકલનો ધંધો ચલાવતો હતો. રાહુલની કેમિકલ કંપનીનું નામ અનિશ ઓર્ગેનિક છે અને તે શહેરના પીરાણા રોડ પાસે લોખંડવાલા એસ્ટેટમાં તેની કંપની ચલાવે છે. એક મળેલી વિગત પ્રમાણે છેલ્લા 5 થી 6 વર્ષથી તેની કંપનીના ટર્નઓવરમાં સતત વધારો થઇ રહ્યો હતો અને અંદાજીત વાર્ષિક 8 કરોડ જેટલું ટર્નઓવર થઇ રહ્યું હતું. પણ GST અને કોરોનાના કારણે લોકડાઉનથી કંપનીનો મોટો ફટકો પડ્યો.

વલસાડ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો

રાહુલ દીપક શાહ મહારાષ્ટ્રથી અમદાવાદ વિદેશી દારૂની ખેપ મારતા વલસાડ પોલીસે ઝડપી લીધો હતો. વલસાડ પોલીસના જણાવ્યા પ્રમાણે તેમણે મળેલી બાતમીના આધારે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વોચ ગોઢવી હતી. દરમ્યાન હાઇવે પર ગુંદલાવ બ્રિજ પાસે સ્પીડમાં પસાર થતી કારને પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે રાહુલ મહારાષ્ટ્રથી 278 વિદેશી દારૂની બોટલ લઇને અમદાવાદ જઇ રહ્યો હતો. જેની અંદાજીત કિંમત 4.27 લાખ માનવામાં આવી છે.

પુછપરછમાં સામે આવ્યું કે કોરોનાને કારણે ધંધો ઠપ થયો અને દારૂ વેચવાનું શરૂ કર્યું

રાહુલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેની પ્રાથમીક પુછપરછ કરી તો ધ્યાલ આવ્યું કે તે GST અને કોરોનાને કારણે તેની કંપની સતત નુકસાન કરી રહી હતી. જેને પગલે ખોટ પુરી કરવા માટે અને શોર્ટ કર્ટથી પૈસા કમાવા માટે દારૂનો ધંધો શરૂ કર્યો. રાહુલે વધુમાં કહ્યું કે અમદાવાદમાં મહારાષ્ટ્રના દારૂની માંગ વધુ હતી. જેથી મહારાષ્ટ્રથી દારૂ લાવીને અમદાવાદમાં છુટક વેચાણ કરતો હતો. પોલીસ હવે રાહુલનો કોરોનાનો રીપોર્ટ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud