• સીઆઇડી ક્રાઇમ અને વિવિધ એનજીઓ દ્વારા સાથે મળીને બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા
  • અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યા
  • CID ક્રાઈમે હ્યુમન ટ્રાફિકિંગનો વિવિધ NGO સાથે મળીને પર્દાફાશ કર્યો

અમદાવાદ. બિહારથી ગુજરાતમાં મોટે પાયે બાળકોને બાળ મજૂરી માટે લાવવામાં આવતાં હોવાની માહિતી મળતાં ગુજરાતની CID ક્રાઈમે વિવિધ NGO સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું છે. બિહારથી ટ્રેનમાં લાવવામાં આવેલાં 32 બાળકોને છોડાવવામાં આવ્યાં છે. CID ક્રાઈમે હ્યુમન ટ્રાફિકિંગનો વિવિધ NGO સાથે મળીને પર્દાફાશ કર્યો છે.

રૂપિયા લઇને પરિવારના સભ્યો નાના બાળકોને મજુરી કરવા મોકલતા હતા

સીઆઇડી ક્રાઈમને માહિતી મળી હતી કે અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે, જેની બાતમીને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ NGO ઓ સાથે મળી વોચ ગોઠવી હતી. કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડ્યું હતું.

કાલુપુર સ્ટેશને બિહારથી આવતી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 32 બાળકો મળી આવ્યા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યાં હતાં. આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તારણ છે. બાળકોને હાલ કાલુપુર પોલીસ સ્ટેશને લઈ જવાયાં છે. આ ઘટનામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud