• સૌરવ ગાંગુલીએ કોલકત્તામાં એક કાર્યક્રમમાં કરી જાહેરાત
  • મોટેરા સ્ટેડિયમ 1.10 લાખની બેઠક ક્ષમતા ધરાવતું વિશ્વનું પહેલું મોટું સ્ટેડિયમ છે
  • આ મેચ મોટેરાના નવા સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રિય મેચ હશે

અમદાવાદ. ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે કોરોના કાળમાં સારા સમાચાર આવ્યા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં પહેલી આંતરરાષ્ટ્રિય મેચ રમાવા જઇ રહી છે. અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી મેચ જાન્યુઆરી 2021 માં રમાશે. આ અંગેની જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી છે.

મોટેરા વિશ્વનું સૌથી મોટી બેઠક ક્ષમતા ધરાવું ક્રિકેટ સ્ટેડિયમ છે

અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ એ હવે વિશ્વનું સૌથી મોટી 1.10 લાખની બેઠક ક્ષમતાવાળું સ્ટેડિયમ થઇ ગયું છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ હાલ પુર્ણ થઇ ગયું છે. જોકે હજુ સુધી આ મેદાન પર એક પણ મેચ રમાઇ નથી. IPL 2020 શરૂ થાય તે પહેલા એવી વાત હતી કે IPL ની ફાઇનલ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ દુબઇ ખાતે સીફ્ટ થતાં આ તમામ અટકળોનો એ સમયે અંત આવ્યો હતો.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકત્તામાં એક કાર્યક્રમમાં કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કોલકત્તા ખાતે એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. તેણે મંગળવારે કોલકત્તા પ્રેસ ક્લબ દ્વારા એક બુક લોન્ચના કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે જાન્યુઆરી – ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડની ટીમ ભારતનો પ્રવાસ ખેડશે. જેમાં તે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમશે. આ સીરિઝમાં એક ટેસ્ટ મેચ ડે નાઇટ મેચ હશે અને તે પિંક બોલથી રમાશે. આ ડે નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટેસ્ટ સીરિઝની અન્ય મેચ કોલકત્તા અને ધર્મશાળાના મેદાન પર રમાશે. જોકે ગાંગુલીએ અંતમાં કહ્યું હતું કે આ સીરિઝને લઇને હજુ સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી. પણ ટુંક સમયમાં તેને લઇને જાહેરાત કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud