પોલીસના ખિસ્સા ભરી દો એટલે દારૂની પરમીશન મળી જાય છે ? બુટલેગર રાહુલના વાયરલ વીડિયોમાં થયો મોટો ખુલાસો
શહેરકોટડા પોલીસના વહિવટદારોને 1.50 લાખ આપીને દારૂની પરમીશન લીધાનું બુટલેગર રાહુલનું રટણ
આ વિસ્તારમાં અન્ય બુટલેગર મળી આવતા મારો ધંધો બંધ કરાવવામાં આવી રહ્યો છે
અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો ખાલી કાગળ પર છે. આ વાતને સાચી સાબિત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અમદાવાદમાં રોહન નામના બુટલેગરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેણે શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશનના અધીકારીઓ પર આક્ષેપ લગાવ્યો છે. જોકે આ અંગે WatchGujarat.com ની ટીમે શહેરકોટડા પોલીસ સ્ટેશનના અધીકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે બુટલેગર રોહન સામે 2 ફરીયાદ થઇ છે અને તેની સામે ઉચ્ચ અધીકારીઓ સાથે ચર્ચા કરીને વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
https://youtu.be/QqXbpw2ZYaE
મેં પોલીસના વહિવટદારોને એડવાન્સમાં 1.50 લાખ આપ્યા છે: બુટલેગર રાહુલ
બુટલેગર રોહને વીડિયોમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના અધીકારીઓ પર આરોપ કરતા કહ્યું કે પોલીસના વહિવટદારોએ 1.50 લાખ લીધા બાદ મારો દારૂનો ધંધો બંધ કરાવી દીધો. મે મારૂ ઘર ગીરવે મુકીને આ પૈસા આપ્યા હતા. વીડિયોમાં તેણે કેતનભાઇ અને રફિકભાઇ પોલીસના વહિવટદાર હોવાની વાત કહી હતી.
આ વિસ્તારમાં વહિવટદારોને મોટો બુટલેગર મળી જતાં મારો ધંધો બંધ કરાવ્યો: બુટલેગર રાહુલ
તો બીજી તરફ બુટલેગર રાહુલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વહિવટદારોને આ વિસ્તારમાં બીજો મોટો બુટલેગરનો સંપર્ક થઇ ગયો છે. જેથી તે મેરો ધંધો બંધ કરાવવા આવું કરી રહ્યા છે. આ કારણથી બુટલેગર રાહુલે વહિવટદારોને આપેલા 1.50 લાખ રૂપિયા પાછા આપવા માંગ કરી છે.
જોકે આ અંગે WatchGujarat.com ની ટીમે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ ડીજે ડાભી સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ બુટલેગર રાહુલ સામે 2 પોલીસ ફરીયાદ નોંધાઇ છે. હવે તેને પાસા હેઠળ ધકેલવાનો વારો આવતા તે આવા પોલીસ સામે આક્ષેપો કરી રહ્યો છે. અમે તેને જાહેર કરેલા વીડિયોની તપાસ કરાવશું અને ઉચ્ચ અધીકારો સાથે આ અંગે ચર્ચા કરીને તેની વિરૂદ્ધ ફરીયાદ નોંધીશું.
- પોલીસના ખિસ્સા ભરી દો એટલે દારૂની પરમીશન મળી જાય છે ? બુટલેગર રાહુલના વાયરલ વીડિયોમાં થયો મોટો ખુલાસો
- શહેરકોટડા પોલીસના વહિવટદારોને 1.50 લાખ આપીને દારૂની પરમીશન લીધાનું બુટલેગર રાહુલનું રટણ
- આ વિસ્તારમાં અન્ય બુટલેગર મળી આવતા મારો ધંધો બંધ કરાવવામાં આવી રહ્યો છે