• લુધીયાણાની સબ્જી મંડીમાંથી ચરસનો જથ્થો લઇ મુંબઇના બે શખ્સો કારમાં નિકળ્યાં હતા.
  • અમદાવાદના વટવા ખાતે ઘર ધરાવતા ઇમરાન નામના શખ્સે ચરસનો જથ્થો મંગાવ્યો હતો.
  • ઇમરાન અમદાવાદ સહીત મુંબઇના માહિમમાં પણ પોતાનુ ઘર ધરાવે છે.

અમદાવાદ. રાજ્યામાં દારૂની સાથે હવે ચરસ, ગાંજાનુ પણ ચલણ વધતુ જોવા મળી રહ્યું છે. એક તરફ યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચઢી ખોખલી થઇ રહ્યાં છે. ત્યાં રાજ્યાના મોટાભાગના શહેરોમાં બેફામ દારૂનો વેપલો ચાલી રહ્યો છે. તેવામાં ડ્રગ્સના કેરિયરો અને સપ્લાયરો સામે રાજ્ય પોલીસ વિભાગે લાલ આંખ દાખવી છે. ઉલ્લેખનીય છે કે, ટુંક સમય પહેલા જ અમદાવાદ ખાતેથી રૂ. 1 કરોડની કિંમતના એમ.ડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ સુરત પોલીસે શહેરમાંથી એક કરોડ ઉપરાંતનુ એમ.ડી ડ્રગ્સ અને ગાંજાનુ નેટવર્ક ઝડપી પાડ્યું હતુ. ત્યારે ગુજરાત એ.ટી.એસએ લુધીયાણાથી 16.753 કિ.ગ્રામ ચરસનો જથ્થો લઇ અમદાવાદ ખાતે લઇને આવી રહેલા કારમાં સવાર બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા.

મંગળવારે સવારે એટીએસના પોલીસ ઇન્સ્પેકટર ચેતન આર જાદવ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તેમને બાતમી મળી હતી કે, લુધિયાણા(પંજાબ)થી બે શખ્સa મુંબઈ પાર્સિંગની વેગનઆર કારમાં ગેરકાયદેસર રીતે ચરસનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી રહ્યાં છે. અને તે બંને શખ્સો પાલનપુર ટોલનાકા પાસેના માલણા ગામ નજીક આવેલ મહાકાલ હોટલ ઉપર આવવાના છે.

બાતમી આધારે પોલીસ ઇન્સપેકટર ચેતન આર જાદવ (એટીએસ) તથા અન્ય પોલીસ કર્મીઓ વોચ મુંબઇ પાર્સિંગની વેગનઆર કારની વોચમાં હતા. તેવામાં મહાકાલ હોટલ ઉપર મુંબઇ પાર્સિંગની વેગરનઆર કાર આવી પહોંચતા તેને કોર્ડન કરી બે શખ્સનો દબોચી લેવામા આવ્યાં હતા. પોલીસે કારમાં તપાસ કરતા  પાછળની સીટમાં સફરજનના ખોખા પાસે પડેલી સેલોટેપથી પેક કરેલ સફેદ પ્લાસ્ટિકના થેલામાંથી 16.753 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ ચરસના જથ્થાની કિંમત 1,00,51,800 કરોડ છે.

ચરસ સાથે ઝડપાયેલા ફહીમ અઝીમ બેગ (રહે,માહિમ વેસ્ટ, મુંબઈ) અને સમીર અહેમદ શેખ (રહે, ઔરંગાબાદ)ના વતની છે. એટીએસએ બન્નેની પુછતાછ કરતા ફહીમે જણાવ્યું હતું કે, મુંબઈના માહિમ અને અમદાવાદના વટવા ખાતે ઘર ધરાવતા ઇમરાન નામના શખ્સે તે બંનેને જડીબુટ્ટી તથા દવાઓ લઇ આવવા માટે લુધિયાણા મોકલ્યા હતા. અને લુધિયાણા ખાતે સબ્જી મંડીમાં આવેલ એક ટ્રક ચાલકે તેમને આ ચરસ આપી ગયો હતો. જે ચરસ લઇ બંને  ઇમરાનને આપવા જઇ રહ્યા હતા. તેમજ આ કામ માટે ઇમરાને તેઓને રૂ,50,00 આપવા નક્કી કર્યું હતું. જેથી એટીએસએ બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઈમરાનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !