• દરરોજના 20 થી 30 ફોન કોલ-મેસેજ મળે છે કે અહીંયા ગરબા થાય છે, માક્સ વગર ગરબા રમાય છે.
  • પોલીસ જ્યારે ઘટના સ્થળે જાય છે ત્યારે કઇ મળતું નથી.
  • પોલીસે આવા ફેસ મેસેજ પર ધ્યાન ન આપવા અને ફેક મેસેજ ન ફેલાવવા લોકોને અપીલ કરી છે.

અમદાવાદ. કોરોના કહેરના કારણે ગુજરાત સરકારે નવરાત્રી પર ગરબા રમવાની પરવાનગી નથી આપી. પણ તેની તકલીફ અમદાવાદ પોલીસને પડી રહી છે. અમદાવાદ પોલીસની ઉંઘ હરામ થઇ રહી છે.

વાત એમ છે કે સરકારના નવરાત્રીમાં ગરબા નહીં રમવાના નિર્ણયથી રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોને નથી ગમ્યો તો બીજી તરફ આ નિર્ણયને લોકોએ આવકાર્યો પણ છે. ત્યારે તેનો ફાયદો પણ લોકો ઉઠાવી રહ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં દરરોજ 20 થી 30 ફોન કોલ આવે છે કે “સાહેબ, પોલીસને જલ્દી મોકલો, અહીયા ગરબા થઇ રહ્યા છે. લોકો સેલ્ફી લઇ રહ્યા છે તો ઘણા લોકો માસ્ક પહેર્યા વગર રમી રહ્યા છે.”

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી હર્ષદ પટેલે કહ્યુ કે, જનરેટર ચાલુ છે, ગરબા રમાય છે, બહારના લોકો આવીને વીડિયો ઉતારે છે, લાઉડ સ્પીકર વગાડે છે જેવા અનેક મેસેજ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યા છે.

મેસેજ મળતા પોલીસ જ્યારે ઘટના સ્થળે જાય છે ત્યારે કોઇ મળતું નથી

આવા ફોન કોલ્સ કે મેસેજ મળતા જ અમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જાય છે અને ત્યા તપાસ કરતા કોઇ દ્રશ્ય જોવા મળતા નથી. તેમ છતાંય પોલીસે ચેરમેન અને સેક્રેટરીને મળીને ખરાઇ કરતા હોય છે. નવરાત્રિ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ગરબાના આયોજન અંગે ફેક મેસેજ કરતા હોવાનું ધ્યાને આવતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud