એક જ પરિવારની બે મહિલાઓ અલગ અલગ પાર્ટીમાં ઊભી રહી હોવાથી લોકોને પણ આ ચૂંટણીનું પરિણામ શું આવશે તે જાણવાની ઉત્સુકતા હતા
આખરે જેઠાણી પર દેરાણી ભારે પડી ગઇ
અમે વિકાસને વરેલા છીએ. વિકાસની જીત થઈ છે. - વિજેતા રમીલાબેન
WatchGujarat. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની બીજા તબક્કાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. સામાન્ય રીતે સમાજમાં પણ દેરાણી અને જેઠાણી વચ્ચે 'વાકયુદ્ધ' ખેલાતું જ હોય છે. પરંતુ અહીં બંને વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો. આ જંગમાં દેરાણી વિજેતા થઈ છે, જ્યારે જેઠાણીની હાર થઈ છે. એક જ પરિવારની બે મહિલાને બંને અલગ અલગ પક્ષોએ ટિકિટ આપી હતી. જેમાં દેરાણીને ભારતીય જનતા પાર્ટી અને જેઠાણીને કૉંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી. જેમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. એક જ પરિવારની બે મહિલાઓ અલગ અલગ પાર્ટીમાં ઊભી રહી હોવાથી લોકોને પણ આ ચૂંટણીનું પરિણામ શું આવશે તે જાણવાની રાહ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે લાંભા વિસ્તારની ગીતા હાઉસ્કૂલ ખાતે મતગણતરી ચાલી રહી છે. જેમાં દસક્રોઈ તાલુકા પંચાયતની 01 અસલાલી બેઠક પર રમીલાબેનની જીત થઈ છે. રમીલાબેન ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર હતા. તેમની સામે ઊભા રહેલા સુશિલાબેન કે જેઓ કૉંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા, તેમની હાર થઈ છે. મિડીયા સાથે વાતચીત કરતા રમીલાબેને જણાવ્યું હતું કે, "હું મારા વિસ્તારમાં બાકી રહેલા કામ કરીશ. અમે વિકાસને વરેલા છીએ. વિકાસની જીત થઈ છે. મારી જીત થતા મને ખૂબ જ ખુશી છે."
2015નું ચૂંટણી પરિણામ શું આવ્યુ હતું
2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કૉંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.