મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલને પકડતા સમયે સાવરકુંડલાના લુવારા ગામે કોઈ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ વિરુદ્ધ ટ્રિપલ મર્ડર, ખૂનની કોશિષ, બળજબરીથી પૈસા પડાવવા સહિત GujCTOC હેઠળ ગુનો નોંધાયો છે.
WatchGujarat અમરેલી જિલ્લાના પોલીસ વડાની હત્યાનું ષડયંત્ર રચી રહેલા લેડી ડોન સોનુ ડાંગર ગેંગના ફરાર ક્રિમિનલને પોલીસે ઝડપી લીધો છે. આરોપી વિરુદ્ધ ટ્રિપલ મર્ડર, ખૂનની કોશિષ, બળજબરીથી પૈસા પડાવવા સહિતનાં જુદા-જુદા 32 જેટલા ગુનામાં સંડોવણી છે. આ ઉપરાંત આરોપી GujCTOC સહિત 18 ગુનામાં વોન્ટેડ હતો. તેવા મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ અશોક જૈતાભાઇ બોરીચાને પોલીસે સાવરકુંડલાના લુવારા ગામે આવેલી તેની વાડીમાંથી ઝડપી પાડ્યો હતો.
આ સનસનાટીભર્યા બનાવની વિગતો એવી છે કે, સાવરકુંડલાના લુવારા ગામનો મોસ્ટ વોન્ટેડ અપરાધી અશોક જૈતાભાઇ બોરીચા હત્યા સહિત 18 ગુનામાં અને લેડી ડોન સોનુ ડાંગર ગેંગ સામે નોંધાયેલા GujCTOCના ગુનામાં ફરાર હતો. છેલ્લા ઘણા સમયથી પોલીસ અશોક બોરિયાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હતી.
દરમિયાન પોલીસને અશોક અંગે સચોટ માહિતી મળી હતી કે, તે લુવારા ગામે તેની વાડીના મકાનમાં છુપાયો છે. ત્યારે અમરેલી LCB, SOG અને સાવરકુંડલા તાલુકા પોલીસની ત્રણ ટીમે દિલધડક ઓપરેશન હાથ ધરી વાડીના મકાનને કોર્ડન કરી અશોકને પોલીસના શરણે થઇ જવા સૂચના આપી હતી. જોકે પોલીસની સૂચનાથી સચેત થયેલા ક્રિમિનલ અશોકએ પોલીસ ઉપર બે રાઉન્ડ ફાયરીંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ ઉપર ફાયરીંગ થતાં સ્વબચાવમાં તેમણે પણ ફાયરીંગ કરી ભાગી રહેલા અશોકનો પીછો કર્યો હતો. આ ફિલ્મી દ્રશ્યો વચ્ચે એકા એક અશોક પડી જતાં પોલીસે તેને દબોચી લીધો હતો. મોસ્ટ વોન્ટેડ અશોકની અટકાયત કર્યા બાદ પોલીસે તેના વાડીના મકાનમાં તપાસ કરતા અમેરિકન બનાવટની પિસ્ટલ- 1 દેશી પિસ્ટલ-1, તમંચો અને 60 જીવતા કારતૂસ તથા કાર સહિત કુલ રૂ,10.40 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે મોસ્ટ વોન્ટેડ અશોક બોરીચાની અટકાયત કર્યાબાદ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન ફરાર આરોપીએ જિલ્લા પોલીસવડા નિર્લીપ્ત રાય ઉપર હુમલાનું કાવતરું ઘડી સાગરીતો પાસે રેકી કરાવ્યાની ચોંકાવનારી વિગતો ખુલતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે.