• જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક મોડીરાત્રે 3 કલાક આસપાસ એક ટ્રક ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દીધો
  • દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા, 4ને ગંભીર ઈજા થતા સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  • મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો

Watchgujarat. સાવરકુંડલાના બાઢડા ગામ નજીક એક ટ્રક ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો છે. ડ્રાઇવરે કોઈ કારણોસર કાબૂ ગુમાવતા બનેલી આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે અન્ય 4 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. મોડીરાત્રે 3 કલાક આસપાસ આ બનાવ બન્યો હતો. જેની જાણ થતાં વહીવટી તંત્ર અને પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે. બીજીતરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોનાં પરિવારને રૂ. 4-4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. હાલમાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગત અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક મોડીરાત્રે 3 કલાક આસપાસ એક ટ્રક ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો. જેને પગલે ટ્રક એક ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે, તો 4ને ગંભીર ઈજા થતા સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે, ટ્રક મહુવા બાજુ જઇ રહ્યો હતો. ત્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક વળાંક પર નીચે ઉતરી ગયો હતો. જેના કારણે ટ્રક ઝૂંપડાઓ પર ફરી વળ્યો હતો. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ હતું. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ… આ સાથે અન્ય એક ટ્વીટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાયની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર રૂ. 4-4 લાખની સહાય આપશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud