• આજે સવારે આણંદ-તારાપુરા હાઇવે ભાવનગરના વરતેજ ગામના એક જ પરિવારના 9 લોકોના રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા
  • ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પીંજારા- અજમેરી પરિવારના 2 બાળકો મહિલા સહિત 9ના મોત થયા હતા.
  • પરિવાર 22 વર્ષીય પુત્ર માટે છોકરી જોઇ પરત ભાવનગર આવી રહ્યો હતો
  • અકસ્માતમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા હોવાનુ પરિવારના સભ્યો પુષ્ટી કરી, 5 પુરૂષ, 2 મહિલા અને 2 બાળકો
  • ગૃહમંત્રી અમિત શાહની ટ્વીટમાં 11 લોકોના મોત જણાવ્યાં છે
Gujarat, Anand-Tarapur Highway Accident
Gujarat, Anand-Tarapur Highway Accident

ચિંતન શ્રીપાલી. ભાવનગર સ્થિત વરતેજ ગામનો પરિવાર દિકરા માટે વહુ જોવા ગાડી ભાડે કરી મહારાષ્ટ્ર ગયો હતો. પરિવારના 9 સભ્યો ઇકો કારમાં સવાર હતા. જ્યાં મહારાષ્ટ્રથી પરત ફરી ભાવનગર જતા સમયે આજે સવારે 6 વાગ્યાની આસપાસ આણંદ-તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના 9 સભ્યોના કરૂણ મોત નિપજ્યાં હતા. હચમચાવી નાખનાર આ ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી પરિવારને પુરતી સહાયતાની ખાતરી આપી હતી. જ્યારે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા દેશના ગૃહમંત્રી અમિત શાહને જાણે અકસ્માતની ખોટી માહિતી આપવામાં આવી હોય તેવુ લાગી રહ્યું છે.

આણંદ- તારાપુર હાઇવે નજીક ઇન્દ્રણજ ગામે વહેલી સવારે બનેલી અકસ્માતની ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચઅધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતા. જ્યાં મૃતકોની ઓળખ કરી તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા 9 લોકોની ઓળખ કરી પુષ્ટી કરનાર સિદસર ગામના રઝાકભાઇએ જણાવ્યું કે, અમારો પરિવાર ભાવનગરના વરતેજનો છે, પરિવારજનો દિકરી જોવા માટે મહારાષ્ટ્ર ગયા હતા. દિકરી જોઇને તેઓ પાછા ફરી રહ્યાં હતા, ત્યારે તેમની ગાડીનો અકસ્માત થયો અને તેની અમને જાણ થતાં અમે તાત્કાલીક તારાપુર દોડી આવ્યાં હતા. હોસ્પિટલ આવીને જોયુ તો બધા જ અમારા ઘરના (પરિવાર) છે. રહીમભાઇ મુસાભાઇ સૌયદ, સીરાજ જમાલભાઇ પીંજારા છે, એના બનેવી છે, બહેન છે, દિકરી-દીકરો છે, મુસાતકભાઇ રહીમભાઇ ડેડીયા છે એમનો છોકરો છે, આમ અકસ્માતમાં કુલ 9 લોકોના મૃત્યુ થયા છે. ગાડી રાઘવભાઇ ગોહિલ ચલાવતા હતા.

જોકે મહત્વની બાબત એ છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માત અંગે દુખ વ્યક્ત કરી ટ્વીટ કરી કે, આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગલખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરીત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સુચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદગતિ અર્પે અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ બક્ષે, એજ પ્રાર્થના ઓણ શાંતિ. મુખ્યમંત્રીની આ ટ્વીટમાં મૃતકોની સંખ્યાનો ઉલ્લેખ કરાયો નથી.

જ્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહને જાણે કોઇએ ખોટી માહિતી આપતા તેમણે, આણંદ-તારાપુર હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોની સંખ્યા 11 ગણાવી છે. જ્યારે હકીકતમાં મૃતકનો સંખ્યા 9 હોવાનુ ખુદ તેમના પરિવારના સભ્ય રઝાકભાઇએ પુષ્ટી કરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા એક જ પરિવારના 9 સભ્યો

1) રહીમભાઈ સૈયદ (૬૦)
2) મુસ્તુફા ડેરૈયા (૨૨) – માટે છોકરી જોવા ગયા હતા
3) સીરાજભાઈ અજમેરી (૪૦)
4) મુમતાજબેન અજમેરી (૩૫)
5) રઈશ સીરાજભાઈ (૦૪)
6) અનીસાબેન અલ્ત‍ાફભાઈ (૩૦)
7) અલ્ત‍ાફભાઈ (૩૫)
8) મુસ્કાન અલ્તાફભાઈ (૦૬)

9) રાઘવ ગોહીલ (ગાડી ના ડ્રાઇવર)

તમામ વરતેજ, આદમજીનગર, ઈન્દીરાનગરના રેહવાસી

homeminister amit shah tweet on anand-tarapur car collision

Gujarat, Anand-Tarapur Highway Accident

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud