• સોશિયલ મિડિયા અને ઓનલાઈન ગેમ થકી બંને જણ બે વર્ષથી સંપર્કમાં આવ્યાં હતાં
  • બે વર્ષથી આ યુવતી 18 વર્ષીય યુવકના પ્રેમમાં હતી
  • અભયમની ટીમ દ્વારા તેના પતિને પણ આ અંગેની જાણ કરી તેને સોંપવાની તજવીજ હાથ ધરાઈ

WatchGujarat. તાજેતરમાં વિદ્યાનગરમાં અચરજ પમાળતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદ્યાનગરમાં રહેતા 18 વર્ષીય યુવકને બંગાળથી મળવા તેની 25 વર્ષીય પરિણીત પ્રેમિકા આવી પહોંચી હતી. આ સમગ્ર ઘટનામાં ભારે હોબાળો મચ્યો હતો.

મળતી માહિતી અનસાર બંગાળથી આવી પહોંચેલી આ પરિણીતાએ યુવક સાથે રહેવાની જીદ પકડી હતી. જે બાદ ઘરમાંના એક સભ્યે 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી, જેના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર ઘરના સભ્ય દ્વારા 181ની મદદ માટે ફોન કર્યાં બાદ અભયમની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. અભયમના કાઉન્સેલર કૈલાસબેને આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, અમે ત્યાં પહોંચ્યા ત્યારે જાણ થઈ કે યુવતી બંગાળી હતી અને તે યુવક સાથે રહેવા માંગતી હતી. જે બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે તેણી સોશિયલ મીડિયા અને એક મોબાઈલ ગેમ દ્વારા યુવક સાથે બે વર્ષ અગાઉ પરિચયમાં આવી હતી. બાદમાં આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. યુવતી પરણેલી છે અને તેને ચાર વર્ષનું બાળક છે. તેનો પતિ વેપારી છે.

ઉલ્લેખનીય છે કે યુવકના કહેવા પર પરિણીતા તેને મળવા માટે આવી હતી. જોકે યુવક હજી લગ્નની કાયદાકીય ઉંમર ધરાવતો નથી. તેમજ યુવકના પરિવારજનોને પણ આ સંબંધ મંજૂર ન હતો. માટે તેમણે અભયમની મદદ માગી હતી. તમણે જણાવી દઈએ કે અભયમની ટીમ દ્વારા પરિણીતાને સમજાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી. આ મામલે અબયમની ટીમ દ્વારા તેના પતિને પણ આ અંગેની જાણ કરી તેને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.

તેણીએ અભયમ ટીમને જણાવ્યું હતું કે, તેનો પતિ તેને હેરાન કરતો હતો. તેમજ તેનાં મા-બાપ નથી. કાઉન્સેલિંગમાં તેને વિશ્વાસમાં લેતાં તે પરિણીત હોઈ અને ચાર વર્ષના બાળકની માતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે યુવકે જ તેને રેલવેનું રિઝર્વેશન કરી આપતાં તે ટ્રેનમાં બેસીને ગુજરાત, આણંદ આવી પહોંચી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud