• માતાને કહ્યું 5 મિનિટમાં આવુ છે અને મિત્રો બેભાન અવસ્થામાં ઘરે લઇ આવ્યાં
  • મૃતક પ્રકાશ તેના મિત્રો સાથે તાપણુ કરવા માટે બહાર ગયો બહાર ગયો હતો.
  • પ્રકાશનુ ગળુ દબાવી હત્યા કરાઇ હોવાનુ પોસ્ટમોર્ટમમાં ખુલ્યુ
  • ચાર મિત્રોએ ગળુ દબાવી હત્યા કરી હોવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ

WatchGujarat. ગત રવિવારે મિત્રો સાથે તાપણુ કરવા ગયેલા યુવક તેની માતાને 5 મિનિટમાં આવુ છું કહીં ઘરેથી નિકળ્યો હતો. જોકે યુવક બેભાન અવસ્થા મળી આવતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. યુવકની હત્યાનુ રહસ્ય ઘુટાતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં તબીબી પરિક્ષણમાં યુવકની હત્યા ગળુ દબાવાથી થઇ હોવાનુ સામે આવ્યું હતુ. જ્યારે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા યુવકની હત્યા તેના ચાર મિત્રોએ જ કરી હોવાનુ ખુલ્યું હતુ. પોલીસે આ મામલ ચારેય હત્યારાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, બોરસદ સ્થિત એકતાનગરમાં રહેતો પ્રકાશ વસાવા નજીકમાં આવેલી જીઆઇડીસીમાં કામ કરતો હતો. ગત રવિવારના રોજ પ્રકાશ રાત્રીના સમયે તેના મિત્રો સાથે તાપણુ કરવા માટે બહાર નિકળ્યો હતો. ઘરેથી નિકળતા પ્રકાશે તેના માતાને કહ્યું હતુ કે, 5 મિનિટમાં આવુ છું, જોકે તે પરત આવ્યો ન હતો.
દરમિયાન તેના ચાર મિત્રો હેબતાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. જ્યાં પ્રકાશ અંગે તેઓને પુછતા તે બેભાન પડ્યો હોવાનુ જણાવ્યું હતુ. જેથી પ્રકાશને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અને બનાવની જાણ આણંદ શહેર પોલીસને કરવામાં આવી હતી. યુવકની હત્યા મામલે પોલીસે તપાસ શરૂ કરતા તબીબી પરિક્ષણ (પોસ્ટ મોર્ટમ)માં ગળુ દબાવાથી મોત થયુ હોવાનુ ખુલ્યું હતુ. જેથી પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી.

જેમાં પ્રકાશ તેના મિત્ર દિપક ચૌહાણ, અજય પરમાર, અવિનાશ બારૈયા અને કૃણાલ પરમાર સાથે તાપણુ કરવા માટે રવિવારે રાત્રે ગયો હોવાની હકિકત સામે આવી હતી. જેથી પોલીસે આ ચારેયને તેમના ઘરેથી પકડી પાડી તેઓની પુછપરછ હાથ ધરી હતી. જેમાં પહેલા તો ચારેય પોતાનો લુલો બચાવ કરવાનો પ્રયાસ કકર્યો હતો. જોકે પોલીસે કડકાઇથી પુછપરછ કરતા ચારેયે વટાણા વેરી દેતા પ્રકાશ તાપણા માટે લાકડા ન લાવતો હોવાથી આ બાબતે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા તેનુ ગળુ દબાવી દીધુ હોવાનુ જણાવ્યું હતુ.

જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જ્યાં પ્રકાશ સહિત તેના ચારેય મિત્રો તાપણુ કરતા સમયે ગુનાને અંજામ આપ્યો હોવાનુ કેમેરામાં કેદ થયુ હતુ. પોલીસે આ મામતે હત્યાનો ગુનો નોંધી ચારેયની અટકાયત કરી કોવિડ ટેસ્ટ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. તમામના રિપોર્ટ આવતા જ તેઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud