• જાહેર માર્ગમાં અરેરાટીભરી ઘટનાથી નાગરિકો સ્તબ્ધ થઈ ગયા
  • સૂર્ય મંદીર રોડ ઉપર પિતા સાથે બાઈક ઉપર બેસી જઈ રહેલા મિર્ઝા સહદ નામના બાળકના ગળામાં પતંગની દોરી ભરાઈ

#Anand - પિતા સાથે બાઈક પર જતા 7 વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળુ કપાતા મોત

WatchGujarat. બોરસદમાં પતંગની દોરીએ સાત વર્ષનાં બાળકનો ભોગ લીધો હોવાની કમકમાટી ભરી ઘટના સર્જાઈ છે. બોરસદનાં સૂર્ય મંદીર રોડ ઉપર પિતા સાથે બાઈક ઉપર બેસી જઈ રહેલા મિર્ઝા સહદ નામના બાળકના ગળામાં પતંગની દોરી ભરાઈ જતા બાળકનું ગળુ કપાઈ ગયું હતું.

જાહેર માર્ગમાં આ અરેરાટીભરી ઘટનાથી નાગરિકો સ્તબ્ધ થઈ ગયા હતા.તેમજ સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 108 એમ્બ્યુલન્સ મોડી આવતા સમયસર સારવાર મળી નહોતી. બાળકના આક્રંદથી વાતાવરણમાં કરુણા ફેલાઈ ગઈ હતી.

ગતરોજ બોરસદના ફતેહપુર વિસ્તારમાં રહેતો 7 વર્ષનો મિર્ઝા સહદ પિતા સાથે બાઈક પર બેસી જઈ રહ્યો હતો. દરમિયાન બાળકનાં ગળામાં પતંગની દોરી ભરાતા મોતની ઘટના નજરે નજર જોનારા નાગરિકોનું હૃદય પણ કંપી ગયું હતું.

અકસ્માત સમયે ઈમરજન્સી 108ની એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત નાગરિકો આક્રોશ કરી રહ્યા હતા કે ઘટનાને 45 મિનિટ બાદ 108 એમ્બ્યુલન્સ વાન આવી હતી. જે દરમ્યાન ઘટના સ્થળે અને બાદ સમયસર સારવાર ન મળતા બાળકનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે બોરસદમાં આક્રોશ ફેલાયો છે. મૃતક બાળકના પરિવારજનો અને સ્નેહીઓના હૈયાફાટ રુદ થી નગરનો માહોલ ગમગીન અને શોકમય બન્યો છે.

More #પિતા #Child #neck #cut #seriously #kite #flying #thread #Anand news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud