• બેંકમાં આવેલા 2 ગઠિયાઓ માસ્ક કેમ ના પહેર્યું જણાવી યુવાનને બહાર લઇ ગયા
  • નજર ચૂકવી ગજવામાંથી 30 હજાર સેરવી ફરાર,  2 દિવસ પૂર્વે બનેલી ઘટનામાં CVTV ફૂટેજ સાથે પોલીસ ફરિયાદ કરતો યુવાન
  • જ્યુસ વેચી કમાતો શ્રમજીવી બચતની મૂડી બેંકમાં જમા કરવા આવ્યો હતો

WatchGujarat. અંકલેશ્વર GIDCની બીઓબી શાખામાં માસ્ક ના પહેર્યું ને ગ્રાહકે ₹ 30 હજાર  ગુમાવ્યા હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બેન્કમાં આવેલા 2 ગઠિયાઓ માસ્ક કેમ ના પહેર્યું જણાવી યુવાનને બહાર લઇ ગયા હતા. નજર ચૂકવી ગજવામાંથી 30 હજાર સેરવી ફરાર થઇ ગયા હતા. 2 દિવસ પૂર્વે બનેલી ઘટનામાં CCTV ફૂટેજ સાથે પોલીસ ફરિયાદ યુવાન દ્વારા આપવામાં આવી હતી. જ્યુસ વેચી કમાતો શ્રમજીવી બચત ની મૂડી બેંકમાં જમા કરવા આવ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી સ્વસ્તિક એન્જીનીયરીંગ કંપની પાસે રહેતા અને જ્યુસનો ધંધો કરતા અરમાન સાકીર શેખ 2 દિવસ પૂર્વે સરદાર પાર્ક પાસે આવેલી બેંક ઓફ બરોડા BOB શાખા માં ₹30000 જમા કરવા માટે આવ્યો હતો. યુવાન બેંકમાં નાણાં જમા કરાવવા લાઈનમાં ઉભો હતો ત્યારે 2 ગઠિયાઓ તેની પાસે આવ્યા હતા.

માસ્ક કેમ પહેર્યું નથી તેમ કહી યુવાનને બેંક બહાર લઇ ગયા હતા. અને નજર ચૂકવી 30 હજાર રૂપિયા લઇ ટકોર કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા, ત્યારબાદ અરમાન સાકીર શેખ પાછો દાદર ચઢી બેંકમાં જતા રૂપિયા શોધતા ના મળી આવતા ચોરી થઇ ગયા હોવાનું અને બંને ભેજાબાજો લઇ ગયા હોવાનો અહેસાસ થયો હતો.

જે અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. માસ્ક ન પહેરવા બાબતે જે 2 ગઠિયાઓ બેંક બહાર લઇ ગયા હતા. તેને બેંક ના CCTV માંથી ઓળખી પોલીસને સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ કરી હતી. આ અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી બને ભેજાબાજોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud