• કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આ અંગે જામકારી આપી
  • રાજ્યના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું હવેથી ઉત્પાદન થશે
  • ભારત સરકારે અંકલેશ્વરમાં રસી ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ માટે મંજૂરી આપી દીધી છે
  • સમગ્ર દેશમાં રિકવરી રેટ 97.49 ટકા પહોચ્યો, જ્યારે કોરોના સંક્રમણના રોજના 7 હજાર કેસો ઓછા થયા

WatchGujarat. દેશમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. ત્યારે કોરોનાના કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં તેમને ગુજરાતને મોટા ખુશખબર આપતાં જણાવ્યું હતું કે, હવેથી અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું ઉત્પાદન કરવામાં આવશે. જે રાજ્ય માટે ગૌરવની વાત છે.

આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એખ ટ્વીટ કરીને આ વીશે જાણકારી આપી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, ભારત સરકારે અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનના અંકલેશ્વરમાં ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ માટે મંજુરી આપી દીધી છે. આ ઉપરાંત તેમને કહ્યું કે, વડાપ્રધાન મોદીના વિઝન “સૌને રસી- મફત રસી” ની દિશામાં આ નિર્ણયથી રસીની ઉપલબ્ધતામાં વધારો થશે અને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વેગ આપશે.

ઉલ્લેખનીય છે કે આ ગુજરાત માટે મહત્વની અને ગૌરવની વાત છે કે દેશની પ્રખ્યાત કંપની ભારત બાયોટેકની કોરોના વિરોધની રસી કોવેક્સિનનું મેન્યુફેક્ચરીંગ અંકલેશ્વરમાં બનશે. તમને જણાવી દઈએ કે દેશમાં બીજી લહેર પણ રોકથામ લાગી ગઈ છે. આ સાથે બીજી તરફ કોરોના રસીકરણ મામલે પણ લોકો જાગૃત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઓગસ્ટ મહિનામાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકના કોરોનાના 28 હજાર કેસો નોંધાયા હતા. જેની સામે 373 લોકોના કોરોના સંક્રમણથી મોત નીપજ્યા હતા. ઉપરાંત 41 હજાર લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા. મહત્વનું છે કે કોરોનાના નવા કેસોની સંખ્યા કરતા સ્વસ્થ થનારા લોકોની સંખ્યમાં વધારો થયો છે. ત્યારે સમગ્ર દેશમાં રિકવરી રેટ 97.49 ટકા પહોંચ્યો છે. દેશમાં કોરોના સંક્રમણના રોજના 7 હજાર કેસો ઓછા થયા છે. આ સાથે હવે અંકલેશ્વરમાં કોરોના રસીનું ઉત્પાદન થવાથી રસીકરણને પણ વેગ મળશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud