• શુભલક્ષ્મી સોસાયટીના રહીશો પ્રતિમાનું વિસર્જન કરવા જતાં હોનારત
  • દઢાલ ગામે વહેતી અમરાવતી નદીની ખાડીમાં બનેલી હોનારત
  • અન્ય વિસર્જન કરવા આવેલા લોકોએ બુમરાણ મચાવતા સ્થાનિકોએ બચાવવા કરેલી કોશિશ
Ankleshwar 3 Young boys lost life women serious
Ankleshwar 3 Young boys lost life women serious

WatchGujarat.  અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી શુભ લક્ષ્મી સોસાયટીના રહીશો દશેરાએ દઢાલ ગામે વહેતી અમરાવતી નદીમાં માતાજીની પ્રતિમા વિસર્જન કરવા જતાં મહિલા સહિત 4 ભક્તો ડૂબી ગયા હતા. જે પૈકી 3 યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે સારવાર હેઠળ રહેલી મહિલાની સ્થિતિ પણ ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ રાજપીપલા ચોકડી પાસેની શુભ લક્ષ્મી સોસાયટી ના રહીશો શુક્રવારે દશેરાએ માતાજીની મૂર્તિનું ભાવભેર વિસર્જન કરવા દઢાલ ગામે ગયા હતા. અમરાવતીની નદીની ખાડીમાં મૂર્તિ વિસર્જન કરતી વેળા મહિલા ડૂબવા લાગતા તેને બચાવવા સોસાયટીના અન્ય 3 યુવાનોએ ખાડીના ઊંડા પાણીમાં ઝપલાવ્યું હતું. જોકે તેઓને પણ તરતા નહી આવળતા ચારેય ડૂબવા લાગતા બુમરાણ મચાવી હતી.

સ્થાનિકો અને વિસર્જનમાં આવેલા અન્ય લોકોએ પાણીમાં ડૂબતા 4 લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 2 યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે ગંભીર હાલતમાં રહેલી મહીલા સહિત એક યુવાનને બચાવી લઈ સારવાર અર્થે ખસેડાતા તેણે પણ દમ તોડી દીધો હતો.

ઘટનામાં બે હતભાગી યુવાનો લલિત કનોજીયા અને તરુણશ્રી ભગવનસિંગ ના નામ બહાર આવ્યા હતા. માતાજીનો વિસર્જનનો પ્રસંગ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud