• નવા રેલવે ફ્લાયઓવર પર આડી પડેલી બાઇક આડી અને બ્રિજની પાળી ઉપર હેલ્મેટ મૂકેલું જોતા આપઘાતનું પણ અનુમાન
  • અકસ્માત બાદ પેરાફિટ કૂદી લોકો નીચે પટકાતા જોય 5 થી 6 ફૂટની જાળીઓ કે એન્ગલો મુકાઈ તે જરૂરી બન્યું છે
Ankleshwar T Bridge
Ankleshwar T Bridge

WatchGujarat. અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ પર થી 18 વર્ષીય યુવાન 40 ફૂટ ઉપરથી પટકાયો હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં અગાઉ 8 માસનું બાળક પટકાયું હતું.

યુવાન અકસ્માતે નીચે પટકાયો કે પછી આપઘાત કર્યો જેને લઈ હાલ રહસ્ય ઘેરાયું છે. બ્રિજ પર બાઇક આડી પડી હતી જયારે હેલ્મેટ પાળી પર મૂકેલું જોતા આપઘાત કર્યો હોવાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. જોકે અકસ્માત બાદ રસ્તા પર બાઇક આડી પડી હોય અને હેલ્મેટ કોઈએ ઉઠાવીને મૂક્યું હોવાની વાત ને પણ નકારી શકાતી નથી.

Ankleshwar T Bridge
Ankleshwar T Bridge

અંકલેશ્વર ગડખોલ રેલવે ફાટક પર બનેલ ટી આકારના બ્રિજના સુરવાડી ગામ પાટિયા તરફ 40 ફૂટ ઉપરથી નીચે સદભાવ સોસાયટીમાં રહેતો અંદાજે 18 વર્ષીય હની નામનો યુવાન પટકાયો હતો. જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઘટનાને પગલે ટોળા ઉમટી પડ્યા હતા, જે સ્થળેથી યુવાન બ્રિજ ઉપરથી પટકાયો હતો ત્યાં તેની બાઇક આડી પડી હતી. જયારે બ્રિજના સાઈડ ડિવાઈડર પર હેલ્મેટ હતું. જે જોતા યુવક બ્રિજ પરથી ઝંપલાવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Ankleshwar T Bridge
Ankleshwar T Bridge

ખરેખર યુવાનને અકસ્માત નડ્યો હતો કે પછી આપઘાત કર્યો છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. શહેર પોલીસને બનાવની જાણ થતાં સ્થળ પર દોડી આવી હતી. મૃતદેહને પી.એમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ જ સ્થળે અગાઉ બ્રિજ શરૂ થયા ના 10 દિવસે રાતે 8 માસનું બાળક ઉપરથી પડતા તેનું મોત નીપજ્યું હતું. જેમાં પિતા બાઈક પર કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ભટકાતા બાળક ઉછળીને 40 ફૂટ નીચે પડ્યું હતું. નવા બ્રિજ ઉપર અકસ્માતો બાદ નીચે પટકાવાની ઘટનાઓ બની રહી હોય પેરાફિટ પર 5 થી 6 ફૂટ ઉંચી લોખંડની જાળીઓ ઉભી કરવાની જરૂર વર્તાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud