ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રહ્યા ઉપસ્થિત
પિતાના સેવકાર્યો આગામી દિવસોમાં પણ આગળ ધપાવતા રહીશું
વધુ ને વધુ લોકોને વિના મૂલ્યે ઉત્તમ આરોગ્ય સુવિધા આપવાના રહેશે પ્રયાસ : ફેઝલ પટેલ
ત્રણ દિવસ ચાલનાર કેમ્પના પ્રથમ દિવસે 1500 થી વધુ જરૂરિયાતમંદએ લાભ લીધો હતો.
WatchGujarat મરહૂમ સાંસદ અહેમદ પટેલને શ્રધ્ધાંજલી આપવા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ ખાતે મેડિકલ અને સર્જીક્લ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનાર કેમ્પના પ્રથમ દિવસે 1500 થી વધુ જરૂરિયાતમંદએ લાભ લીધો હતો.
રાજય સભાના સાંસદ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનુ તારીખ 25 નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓના નિધનના આજે 40 માં દિવસે તેમને શ્રધ્ધાંજલિ આપવા સેવા કાર્ય હાથ ધરાયું હતું. અહેમદ પટેલના પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ હતી ત્યારે તેમના સ્મરણમાં તારીખ 4, 5 અને 6 જાન્યુઆરી દરમ્યાન હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેગા કેમ્પ અને સર્જરીના પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ, હોસ્પિટલના ટ્રસ્ટી જયેશ પટેલ, ચંદ્રેશ પટેલ, ભરુચ જિલ્લા કોંગ્રેસનાં પ્રવકતા નાઝુ ફડવાલા સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
ત્રણ દિવસ ચાલનાર કેમ્પના પ્રથમ દિવસે 1500થી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. આ કેમ્પ માં એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્ત્રીઓના તમામ રોગો અને ઓપરેશન, દૂરબીન દ્વારા જનરલ સર્જરી તથા યુરોલોજી - કિડની,પ્રોસ્ટેટ અને પેશાબના રોગો ની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવનાર છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યુ હતું કે, તેમના પિતા અહેમદ પટેલના સેવાકાર્યને આગળ ધપાવવા તેઓ દ્વારા આ પ્રકારના કેમ્પ અને સેવાકાર્યો અગાઉના દિવસોમાં પણ કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોને સારી આરોગ્યપ્રદ સેવા મળી રહે એ દિશામાં કામગીરી થતી રહેશે.
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને હોસ્પિટલના ટ્રસ્ટી જયેશ પટેલે જણાવ્યુ હતું કે, અહેમદ પટેલે તેમની રાજકીય સફરમાં અનેક સેવા કાર્યો કર્યા છે ત્યારે આ પ્રકારના કેમ્પ તેમને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરશે અને તેઓ દ્વારા સ્થાપિત આ હોસ્પિટલમાં જરૂરિયાતમંદોને ઉત્તમ સારવાર મળી રહે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.