• રાજપીપળા ના વેપારીઓ સવારે મુંબઈ ખરીદી કરવા જશે અને રાત્રે પરત ફરશે, આ ટ્રેન ચાલુ કરાવી ને જ રહીશ : મનસુખ વસાવા
  • અમદાવાદ-વડોદરા-કેવડીયાથી ઇલકેટરીફિકેશન કરી ટ્રેન સીધી મુંબઈ દોડવાઈ તો સમય બચવા સાથે વધુ મુસાફરો મળે
  • નવેમ્બરમાં જ ખોટ કરતા 11 રેલવે રૂટ બંધ કરાયા હતા

WatchGujarat રાજપીપલા – અંકલેશ્વર નેરોગેજ રેલવે લાઈન નું બ્રોડગેજ માં રૂપાંતર કરી ને ફેબ્રુઆરી 2013-14 માં શરૂઆત કરવામાં આવી હતી. લગભગ 800 કરોડના ખર્ચ વચ્ચે 63 કિમીની આ રેલવે લાઈન નંખાઈ રેલવે આવી પણ ખરી પરંતુ અંકલેશ્વર થી રાજપીપલા વચ્ચે આવતી 16 જેટલી ફટકો બંધ કરવામાં રેલવે વિભાગ પાછું પડ્યું અને નેરોગેજ કરતા પણ બ્રોડગેજની આ ફાસ્ટ ટ્રેન ફાટાકોને કારણે 63 કિમિ નું અંતર કપાતા 3 કલાક જેટલો સમય લાગતો.

ખરાબ રસ્તો છતાં બસ દોઢ થી બે કલાક લગાવે અને ટ્રેન 3 કલાક પછી આ આ ટ્રેનમાં કોણ મુસાફરી કરે. અંતે નવેમ્બર 2020 માં રાજ્યની 11 ખોટ કરતી ટ્રેનો સાથે રાજપીપલા અંકલેશ્વર ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી. જો ઝડપ થી ટ્રેન ચલાવી હોત તો આજે સૌથી વધુ પેસેન્જર આ ટ્રેન ના હોત આજે ડભોઇ કેવડિયા ને પેસેન્જર ની જરૂર છે અને જો તે રાજપીપલા જોડવામાં આવે તો ટ્રાફિક બંને તરફ થી મળી રહે. એટલે રાજપીપલા કેવડિયા ટ્રેન જોડાવી જરૂરી છે.

સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે, હાલ બજેટ સત્ર ચાલે છે મેં ઇકોસેન્સેટિવ ઝોન રદ કરવાનો પ્રસન્ન ગત મંગળવારે, 2જી તારીખે પૂછ્યો હતો. અને તે સમયે બીજા પ્રશ્ન માટે સમય મંગાવાનો હોય મેં બીજો પ્રશ્ન રાજપીપલા કેવડિયા લાઈન જોડાવા ની માંગ નો પ્રશ્ન લખીને આપ્યો છે મને 17 મીએ બોલવાની તક આપશે એટલે આ મુદ્દો ઉઠાવવાનો છું.

જેમાં રાજપીપલા કેવડિયા રેલવે લાઈન જોડાય અને રાજપીપલા અંકલેશ્વર લાઈન તૈયાર છે તો ફટકો બંધ કરે અને ઇલેક્ટ્રિક લાઈન નંખાય જેમાં થોડા ખર્ચ માં મોટું કામ થશે ટ્રાફિક મળી રહેશે અને રાજપીપલા નો વિકાસ થશે. રાજપીપલાનો વેપારી ઝડપી એક્સપ્રેસ ટ્રેન માં બેસી સવારે મુંબઈ જઈ ને રાત્રે પાછો પણ આવી જશે. સાંસદે મક્કમ મનોબળે કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં હું કેવડિયા રાજપીપલા થી અંકેલશ્વર ટ્રેન દોડાવી ને જંપીશ. જો અમદાવાદ વડોદરા થઇ કેવડિયા SOU પહોંચેલી ટ્રેન રાજપીપલા થઇ સીધી મુંબઈ નીકળી જાય સમય પણ બચે અને પેસેન્જરો પણ વધે. એટલે એ જરૂરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud