S.P. પેટ્રોલ પંપ અને અંકલેશ્વરના રેડ લેબલ હેર બાર ખાતે ઓફરનો લાભ લેવા નીરજ નામની વ્યક્તિઓ ઉમટવાનો સિલસિલો
રેડ લેબલ હેર બાર સલૂન દ્વારા કોઈપણ નીરજ નામની વ્યક્તિ આઈ ડી પ્રુફ લઈને આવે તો તેને મફતમાં હેર કટિંગ કરી આપવાની જાહેરાત કરાઇ
WatchGujarat. નીરજ નામની વ્યક્તિને નેત્રંગમાં S.P. પેટ્રોલ પમ્પના સંચાલકની મફત પેટ્રોલની જાહેરાત બાદ અંકલેશ્વરમાં પણ રેડ લેબલ હેરબાર સલૂને ફ્રી હેર કટિંગની ઘોષણા કરતા આઈ.ડી. પ્રુફ સાથે ફ્રીમાં હેર કટિંગ કરાવવા નીરજ નામધારી વ્યક્તિઓ ઉમટવાના શરૂ થઈ ગયા હતા. ભારતને ભાલા ફેંકમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા ઉપર દેશમાંથી અભિનંદન અને ધનવર્ષા થઈ રહી છે. ત્યારે નેત્રંગ ટાઉનના S.P. પેટ્રોલ પંપના સંચાલકે ગોલ્ડ બોય નીરજ ચોપડાના સન્માનમાં દરેક નીરજ નામની વ્યક્તિ માટે નિઃશુલ્ક ₹501 ના પેટ્રોલની જાહેરાત રવિવારે કરી હતી.
આ જાહેરાત સાથે જ નીરજ નામની વ્યક્તિઓ આઈ.ડી. પ્રુફ લઈ પેટ્રોલ પંપ ઉપર મફત પેટ્રોલ ભરાવવા ઉમટ્વના શરૂ થઈ ગયા હતા. જે સીલ સિલો સોમવારે સવારે પણ કાર્યરત રહ્યો હતો. નેત્રંગમાં મફત પેટ્રોલની સોમવારે સાંજ સુધી આ જાહેરાત બાદ અંકલેશ્વર જીઆઇડીસીના હેર સલૂન સંચાલકે પણ ફ્રી હેર કટિંગની સોમવાર સુધીની ઓફર જાહેર કરી હતી.
રેડ લેબલ હેર બાર સલૂન દ્વારા કોઈપણ નીરજ નામની વ્યક્તિ આઈ ડી પ્રુફ લઈને આવે તો તેને મફતમાં હેર કટિંગ કરી આપવામાં આવતા ત્યાં પણ નીરજ નામના લોકો આ ઓફરનો લાભ લેવા આવવાના શરૂ થઈ ગયા હતા. અંક્લેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ રેડ લેબલ હેરબાર સલુને પણ ફ્રી હેર કટિંગની જાહેરાત સોમવારે સમગ્ર દિવસ સુધી કરી હતી. આ જાહેરાતમાં નીરજ નામની કોઈ પણ વ્યકતી આઈ ડી પ્રુફ લઈ આવશે તો ફ્રી માં હેર કટિંગ કરી આપવામા આવશે. નીરજ ચોપડાના સન્માનમાં રેડ લેબલ હેર બારના માલિકની આ વિશેષ ઓફર સોમવારે રાત્રે સુધી ચાલુ રહેશે.