• હાથ અને ગળામાં મિત્રે જ ઉધારી મામલે ચપ્પુના ઘા મારતા 33 વર્ષના યુવાને હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો
  • કોરોનામાં વધતા જતા મૃત્યુ વચ્ચે ભરૂચ જિલ્લામાં હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ પણ વધી રહી છે

WatchGujarat. અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામે રૂપિયા 300 ની લેતી દેતીના મામલે દુકાનદારના પુત્ર એ ફળીયામાં રહેતા તેના 33 વર્ષીય મિત્રને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે રૂરલ પોલીસે દુકાનદારના પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે.

પાનોલી ગામની વીસ કોલોની પાસે રહેતા 33 વર્ષીય પરવેઝ વસીમ શહેરી સોમવારે ફળીયામાં રહેતા તેના મિત્ર સચિન રવિ વસાવાના પિતાની દુકાન ઉપર ગયો હતો. મિત્ર ના પોતાના ગલ્લા ઉપર બાકી નાણાં અંગે પરવેઝ સાથે ઝઘડો કર્યો હતો. જે અંગે દુકાનદારના પુત્ર સચિન વસાવા તેની પાસે ₹300 ની ચઢેલી ઉધારીના સામાનના રૂપિયા માંગતો હતો.

બોલાચાલીમાં ઉશ્કેરાય ગયેલા સચિન વસાવાએ પરવેઝને ચપ્પુના 2 ઘા મારી ફરાર થઇ ગયો હતો. ગળામાં ગંભીર રીતે ઘાયલ પરવેઝ શહેરીને સારવાર અર્થે ખરોડની વેલકેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબો એ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો આવી પહોંચી પરવેઝ શહેરીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડી સચીન વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

કોરોનાની મહામારી વચ્ચે ભરૂચ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા વધતી જાય છે ત્યાં, આર્થિક, સામાજિક અને પારિવારિક કારણોને લીધે છેલ્લા કેટલાક સમયથી હત્યા તેમજ આત્મહત્યાના બનાવો પણ ચિંતાજનક વધી રહ્યાં છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud