• શહેર અને GIDC માં મકાન માલિકોએ બન્ને બાંગ્લા ભાડુઆતોનું પોલીસ વેરીફીકેશન કરાવ્યું ન હતું
  • મકાન ભાડે આપનાર 2 મકાન માલિકો મે ગુનો દાખલ
  • ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ મકાન માલિકો સામે પોલીસની કાર્યવાહી

WatchGujarat. અંકલેશ્વરની ચકચારી સ્યુટકેસ મર્ડર મિસ્ટ્રી એક બાદ એક સનસનીખેજ અપરાધોનો ઘટસ્ફોટ કરી રહી છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓની પનાહ, બ્લેકમેલિંગ, જાલી દસ્તાવેજો, બાંગ્લા આતંકી કનેકશન બાદ હવે આ હત્યારાઓને ઘર ભાડે આપનાર 2 મકાન માલિકો ઉપર કાયદાની ગાજ વરસાવાઈ છે. બે મકાન માલિકો સામે બાંગ્લાદેશી આતંકવાદી અને હત્યાની મહિલા આરોપીને પોલીસ વેરિફિકેશન વગર ભાડેથી મકાન આપવા બદલ ગુનો દાખલ કરાયો છે.

Ankleshwar Suitecase Murder mystery Ajom Sheikh Bangladesh
Ankleshwar Suitecase Murder mystery Ajom Sheikh Bangladesh

અંકલેશ્વર સૂટકેસ મર્ડર મિસ્ટ્રીમાં છેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર વસવાટ કરતા 3 બાંગ્લાદેશી અને એક રીક્ષા ચાલક ઝડપાયા હતા. છેલ્લા 10 થી 12 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ રહેતા બાંગ્લાદેશી હત્યારાઓની તપાસમાં અજોમ સમસુ આયનુદીન શેખ બાંગ્લાદેશી આતંકવાદી હોવાનો અને 4 હત્યા સહિત બેંક લૂંટ અને અનેક ભાંગફોડ બાંગ્લાદેશમાં કરી હોવાનો ઘટસ્ફોટ મંગળવારે જ થયો હતો.

હત્યારો અજોમ શેખ અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં સીદીક હાઝી ફકીર મોહમદ કુરેશીના મકાનમાં ભાડેથી રહેતો હતો. જ્યારે મહિલા બાંગ્લાદેશી આરોપી લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા હાલ રહે. મંગલદિપ સોસાયટી મીરાનગર રાજપીપલા રોડ સારંગપુર, અંકલેશ્વર  હેમંતભાઈ ઉર્ફે લાલો બંસીલાલ મોદીના મકાનમાં ભાડેથી રહેતી હતી.

Ankleshwar Suitecase Murder Mystry
Ankleshwar Suitecase Murder Mystry

બન્ને મકાન માલિકોએ ભાડુઆતો અંગે પોલીસને જાણ નહિ કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી પોલીસે મકાન માલિકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાંગ્લા આતંકી સંગઠનના સભ્ય એવા અજોમ શેખની સાથે ગુજરાતમાં અને ભરૂચ તેમજ અંકલેશ્વરમાં પણ અન્ય કોઈ અવેધ રીતે રહેતા બાંગ્લાદેશીઓ સંકળાયેલા છે કે નહીં તેની પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud