• પાંચ દિવસ પહેલા જ ધો.10 ની છાત્રાને ગણિતના ડાયરા આપવા શાળાએ બોલાવી, કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી
  • 49 વર્ષીય આચાર્યનો પગુથણ પાસે વૃક્ષ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
  • વડોદરાની નિર્ભયા બાદ ભરૂચમાં પણ આચાર્યની વધુ એક ડાયરીમાં આપઘાત કે હત્યા કારણ અકબંધ
  • અંકલેશ્વર રહેતા આચાર્યના પરિવારજનો પહેલા જ ઘર છોડવા મજબૂર બન્યા હોવાની વિગતો બહાર આવી રહી છે
  • ડાયરીમાં આચાર્યે પોતાના ઉપર ખોટી ફરિયાદ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવા સહિતની આપવીતી વર્ણવી હોવાની મળતી માહિતી
  • આચાર્યને તેની જ વિધાર્થીનીના ખોટા કેસમાં ફસાવનાર લોકોના નામ પણ ડાયરીમાં હોવાની શક્યતા
મૃતક વીરેન ઘડિયાળી
મૃતક વીરેન ઘડિયાળી

WatchGujarat. અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુરૂવારે મોડી રાતે ભરૂચ-ચાવજ વચ્ચે મૃતદેહ મળી આવતા શિક્ષણ જગત સ્તબ્ધ થઈ ગયું છે

ભરૂચ-ચાવજ વચ્ચે આવેલા પગુથન ગામે વચ્ચે, બનાવ સ્થળ
ભરૂચ-ચાવજ વચ્ચે આવેલા પગુથન ગામે વચ્ચે, બનાવ સ્થળ

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન ઘડિયાળીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના ડાયરા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે 5 દિવસ પહેલા નોંધાવવામાં આવી હતી.

પગુથન ગામે વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
પગુથન ગામે વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ધો.10ની વિધાર્થીનીએ શનિવારે રાતે ફરિયાદ નોંધાવ્યા બાદ આચાર્ય વિરેન ઘડિયાળી અને તેમના પરિવારનું જીવવું દુષ્કર બન્યું હતું. અંકલેશ્વર રહેતા 49 વર્ષીય આચાર્યની વૃક્ષ ઉપર લટકતી લાશ ભરૂચ-ચાવજ રોડ ઉપરથી મળી આવતા શિક્ષણ જગત હતપ્રત બન્યું છે. સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસને એક ડાયરી પણ મળી છે. જેમાં આચાર્યે પોતાના ઉપર ખોટી ફરિયાદ અને આક્ષેપો કરાયા હોવાની તેમજ પ્રતિષ્ઠાને લાંછન લગાવ્યા હોવાનો ઉલ્લેખ હોવાનું મનાય રહ્યું છે.

ઘટના સ્થળેથી એક બેગ પણ મળી આવી
ઘટના સ્થળેથી એક બેગ પણ મળી આવી

બીજી તરફ વડોદરા બાદ ભરૂચમાં પણ ગળેફાંસો ખાધા બાદ મળેલી ડાયરી વચ્ચે આપઘાત કે હત્યાનું રહસ્ય પણ અકબંધ મનાઈ રહ્યું છે. આચાર્ય ઉપર છેડતીની ફરિયાદ થયા બાદ તેમના ઘરે ગ્રામજનો આવતા હોય અને તેમના પરિવારે પણ મજબૂર થઈ ઘર છોડ્યું હોવાની પ્રાથમિક વિગતો ચર્ચાઇ રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners