• તમે પૂછો એ નેતાઓને રાજનીતિમાં આવતા પહેલા કેટલી સંપત્તિ હતી અને આજે 20 થી 25 વર્ષમાં અધ……. અધ….. અધ……. કરોડોની સંપત્તિ ક્યાંથી આવી ગઈ ??
  • આદિવાસી બચાવ ગ્રૂપમાં 5 દિવસ પહેલા મુકાયેલી પોસ્ટને આખા બોલા સાંસદનું સમર્થન
  • પોસ્ટ મુકનારને સાંસદે અભિનંદન આપી નાની માછલીઓ કરતા કરોડો રૂપિયા માટે વેચાતા મોટા મગરમચ્છ નેતાઓને કસૂરવાર ગણાવ્યા

ચૂંટણી વખતે બોટલ, પોટલી અથવા સો-બસો રૂપિયા અથવા સો-બસો ગ્રામ ભુસામાં વેચાઈ જાય છે : સાંસદ મનસુખ વસાવા

WatchGujarat. સાંસદ મનસુખ વસાવાના ફેસબુક પેજ પર મુકવામાં આવેલી પોસ્ટ અહિંયા વાચકો માટે અક્ષરસહ મુકવામાં આવી છે.

મિત્રો મેં તા:-૨૪-૧૧-૨૦૨૦ ના રોજ “આદિવાસી અઘિકાર બચાવ” ગ્રુપમાં એક પોસ્ટ વાંચી, આ પોસ્ટ મુકનાર મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન….

તમે લખ્યું છે કે ચૂંટણી વખતે લોકો યોગ્ય વ્યક્તિને મત ન આપતા. થોડા રૂપિયા માટે સમાજના દલાલોને મત આપી પ્રતિનિધિત્વ આપે છે, લોકો દારૂ અને પૈસામાં વેચાય જાય છે, લલચાઈ જાય છે.

મિત્રો તમારી વાત સૌ ટકા સત્ય છે. ચૂંટણી વખતે બોટલ, પોટલી અથવા સો-બસો રૂપિયા અથવા સો-બસો ગ્રામ ભુસામાં વેચાઈ જાય છે અને આગેવાન કાર્યકર્તાઓ પાંચ થી દસ હજાર રૂપિયામાં વેચાઈને નેતાઓને મત અપાવવાનું કામ કરતા હોય છે. પરંતુ મિત્રો તમને ખબર છે કે આ લોકોને પોતાના મતનું મહત્વ નથી ખબર, નાનો માણસ મોટાને દેખીને કરતો હોય છે. આ વાત વાસ્તવિક છે અને જગજાહેર પણ છે.

સમાજના સૌથી મોટા આ નેતાઓને નાનો માણસ ભગવાન માને છે, મસીહા માને છે. આ મોટા નેતાઓ ચુંટણી ટાણે હજારો કે લાખો રૂપિયામાં નહીં, પરંતુ કરોડોની કિંમતમાં વેચાય જાય છે અને કરોડો રૂપિયાની સોદાબાજી કરે છે અને આજ લોકો સતામાં આવી ગયા પછી ગરીબોની યોજનાઓને ચાઉ કરી જાય છે, તો આ રાક્ષસોને પણ ખુલ્લા પાડવાની હિંમત પણ કરો……..

નાની-નાની માછલીઓ મચ્છરોને મારવાથી કોઈ જ ફરક પડવાનો નથી, પણ મગરમચ્છને પકડવાની હિંમત કરશો, તો તમારો અને મારો જે ઉદેશ્ય છે, તે પાર પડશે અને આવા સતકાર્ય માટે હું હંમેશા સહુને સાથ આપીશ, પણ આપણે મોટા નેતાઓ માટે આંખ આડા કાન કરીએ છીએ અને નાના-નાના માણસોની ટીકા-ટિપ્પણી કરીએ છીએ.

મને એ જ સમજાતું નથી કે આવું સીદને થાય છે,…….. લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે,………. . સુકુતણું ઘાસ માટે ગાય દેવડીયે દંડાય છે………… . મને એ જ સમજાતું નથી કે આવું સીદને થાય છે.

તમે પૂછો એ નેતાઓને રાજનીતિમાં આવતા પહેલા કેટલી સંપત્તિ હતી અને આજે ૨૦ થી ૨૫ વર્ષમાં અધ……. અધ….. અધ……. કરોડોની સંપત્તિ ક્યાંથી આવી ગઈ ??

More #MansukhVasava #Bharuch News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud