• સુરતી ભાગોળ ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બનેલી એક ઘટના કઠણ હ્રદયના માનવીને પણ ઓગાળી નાખે
  • પ્રાણીઓ પાસે બોલી ન હોવાને કારણે ક્યારેક તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવતા સંકેતો પરથી સ્થિતીનો અંદાજો લગાડી શકાય
  • ગાયના મૃતદેહને લઇ જતી વેળાએ વાછરડું ટેમ્પો આગળ આવીને ઉભુ રહ્યુ હતું

સંવેદના - વાછરડાને જન્મ આપી ગાયનું થયું મૃત્યું, 'માં' ને પામવા વાછરડાએ મૃતદેહ લઇ જતો ટેમ્પો રોક્યો

WatchGujarat. અંકલેશ્વરમાં પ્રાણી દ્વારા પોતાનો માતૃપ્રેમ પ્રગટ કરતો અનોખો કિસ્સો સામે આવ્યો છે. સુરતી ભાગોળ ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બનેલી એક ઘટના કઠણ હ્રદયના માનવીને પણ ઓગાળી નાખે તેવી છે. રવિવારે સવારે વાછરડાને જન્મ આપીને ગાય મૃત્યુ પામી હતી. ગાયના મૃતદેહને ટેમ્પામાં લઇ જવાતો હતો ત્યારે વાછરડાએ તેને અટકાવ્યો હતો. છેવટે પાલિકા કર્મચારીઓએ ભારે હ્રદયે વાછરડા હટાવીને ગાયની અંતિમ ક્રિયા કરવી પડી હતી. ભાવસભર દ્રશ્યો વચ્ચે પાલિકા સફાઈ કર્મચારીએ વાછરડાને દત્તક લઇને પાલન કરવાની જવાબદારી ઉઠાવી હતી.

સંવેદના - વાછરડાને જન્મ આપી ગાયનું થયું મૃત્યું, 'માં' ને પામવા વાછરડાએ મૃતદેહ લઇ જતો ટેમ્પો રોક્યો

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બનેલી એક ઘટના માણસ જેટલી જ સંવેદના પ્રાણીઓમાં હોય છે તે સાબિત કરી આપ્યું હતું. સામાન્ય રીતે માણસ પોતાનો ભાવ બોલી અથવા સંકેતોથી પ્રગટ કરતો હોય છે. પરંતુ પ્રાણીઓ બોલી ન હોવાને કારણે ક્યારેક તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવતા સંકેતો પરથી સ્થિતીનો અંદાજો લગાડી શકાય છે. રવિવારે સવારે ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો. જન્મ આપીને ગાય મૃત્યુ પામી હતી.

નવજાત વાછરડું તેની માતાની હુંફ અને પ્રેમ પામી શકે તે પહેલાન નોંધારુ બન્યું હતું. ગાયનું મૃત્યુ થયેલું જોવા મળતા પાલીકાના કર્મીઓએ તેના અંતિમ સંસ્કાર માટે જરૂરી વ્યવસ્થા શરૂ કરી દીધી હતી. મૃતદેહને લઇ જવા માટે ટ્રક મંગાવવામાં આવ્યો હતો.

ટ્રકમાં લઇ જતી વેળાએ જાણે વાછરડાને ખબર પડી હોય તેમ તેની માતાની આસપાસ જ ફરી રહ્યું હતું. વાછરડું માણસોને ભાવ સાથે કંઇક કહેવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તેવું આસપાસના લોકો અનુભવી રહ્યા હતા. ગાયને અંતિમ ક્રિયા માટે ટ્રકમાં મુકીને લઇ જવાતી હતી ત્યારે વાછરડું ટેમ્પોની આગળ આવી ગયું હતું. અને રીતસરની ટેમ્પોને રોકી દીધી હતી. માતાની હુંફ શોધતા વાછરડાને કેવી રીતે ટેમ્પો આગળથી હટાવવું તેવો પ્રશ્ન પાલીકાના કર્મીઓને મનમાં મુંઝવી રહ્યો હતો.

સંવેદના - વાછરડાને જન્મ આપી ગાયનું થયું મૃત્યું, 'માં' ને પામવા વાછરડાએ મૃતદેહ લઇ જતો ટેમ્પો રોક્યો

ત્યારે એક પાલીકા કર્મીએ વાછરડાના ઉછેરની જવાબદારીનો મનોમન નિર્ણય લીધો હતો. અને ભીની આંખે વાછરડાને ટ્રક આગળથી હટાવી ગાયના દેહને અંતિમ ક્રિયા માટે લઇ જવામાં આવ્યો હતો. આ પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે કે માણસ હોય કે પ્રાણી તમામને સરખી સંવેદના હોય છે. માત્ર તેને પ્રગટ કરવાની રીત બદલાઇ જાય છે.

More News #સંવેદના #વાછરડા #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud