- પીરામણ ગામે અડધી રાતે આદિવાસી પરિવારો વચ્ચે પોહચી આપ્યો સહિયારો, પિતા અહેમદ પટેલ નથી પણ અમે તમારા કામ માટે કાયમ કાર્યરત રહીશું
- પીરામણ હવે હું મહિનામાં 10 વખત આવીશ, કઈ પણ હોય કામ માટે મારી પાસે આવજો : ફેઝલ પટેલ
- પાપા ને તમારા માટે બહુ પ્રેમ હતો, પાપા નથી પણ અમે તમારા માટે જેટલી મદદ થશે એટલી કરીશું : મુમતાઝ
WatchGujarat. દિવંગત સાંસદ અને જનનાયક અહેમદ પટેલના અણધાર્યા નિધનથી હજી કોંગ્રેસ અને હજારો લોકો શોકમાંથી બહાર આવી શક્યા નથી. લાખો લોકોના દિલો ઉપર સેવા કર્યો થકી આજીવન યાદ છોડી જનાર પનોતા પુત્ર અહેમદ પટેલના નકશે કદમ ઉપર પુત્ર ફેઝલ અને પુત્રી મુમતાઝે પગરવ માંડવાનુ શરૂ કરી દીધું છે.
પીરામણ ગામે મરહુમ અહેમદ પટેલના વતનમાં રાતે આદિવાસી વિસ્તારમાં પહોંચી પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝે આદિવાસી પરિવારોને ગદગદિત કરી દીધા હતા. દિવંગત અહેમદ પટેલના સંતાનો આદિવાસી પરિવારો વચ્ચે પોહચતા તેઓની આંખમાં ચમક સાથે ચેહરા પર સ્મિત અને મરહુમ અહેમદ પટેલને ગુમાવવાની વેદના પણ છલકાઈ આવી હતી. #Bharuch
જનનાયક અહેમદ પટેલના પુત્રી મુમતાઝે લોકો વચ્ચે જઇ ગુજરાતીમાં કહ્યું હતું, અમે લોકો નાનલા હતા ત્યારે અહીં બોહ વાર આવતા હતા, ગરબા જોવા પણ આવતા. પાપા ને તમારા બધા માટે બહુ પ્રેમ હતું. અમે કહેવા માંગ્યે છે કે , પાપા નથી પરંતુ અમે તમારા લોકો માટે અમારા થી જેટલી કોશિશ થશે તે બધુ જ કરહુ. તો તમે લોકો દુઆ-પ્રાર્થના કરજો પાપા (અહેમદ પટેલ ) અને અમારા માટે પણ કે અમે બનતી બધી જ મદદ તમારા માટે કરી શકીએ.
પુત્ર ફેઝલ પટેલે આદિવાસી વિસ્તારના પરિવારોને જણાવ્યું હતું કે હું પેહલા એકાદ વખત પીરામણ આવતો હતો હવે મહિનામાં 10 વખત અહીં આવીશ. કઈ પણ હોય મારા પાસે તમે આવજો કોઈપણ કામ માટે. નાનપણથી જોતો આવ્યો છું કે, પાપા નો તમારા બધા સાથે ખૂબ જ પ્રેમ હતો, પાપા માટે પ્રાર્થના દુઆ કરજો તેઓ જ્યાં પણ હોય ખુશ રહે.#Bharuch
પાપા ચલે ગયે તો અબ યે મત સોચના કે આપ લોગો કે લિયે અબ કોઈ નહિ, હમ સબ આપ કે લિયે હે યહાં પે ઓર આપ કા ખ્યાલ રખેગે તેમ કહી અંતમાં મરહુમ અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.