સુરતમાં બેંકના નામે ઠગાઉ કર્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે
તાજેતરમાં આધેડને ઇન્શ્યોરન્સ પોલીસી ચાલુ કરાવવાના બહારે ઓટીપી માંગ્યા બાદ પૈસા બારોબાર ઉપડી ગયા
સમગ્ર મામલે આધેડે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઇ
Watchgujarat. હેલ્લો હું આર.ડી.બી.એલ બેંકમાંથી નેહા શર્મા બોલું છું તમારા ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્શોરન્સ ચાલુ થયેલ છે અને તેનો 300 રૂપિયા ચાર્જ થશે. તેમ જણાવી સુરતમાં બેંકના ડેપ્યુટી મેનેજરના પિતાના બેંક ડીટેલ મેળવી તેમજ ઓટીપી મેળવી 78,220 રૂપિયાનું ટ્રાન્જેકશન થઇ ગયું હતું. આ બનાવ અંગે ડેપ્યુટી બેંક મેનેજરના પિતાએ સુરતના ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે થોડા દિવસો અગાઉ આ પ્રકારે ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડી હતી.
સુરતમાં ઘણા લોકોને આર.ડી.બી.એલ બેંકમાંથી અધિકારીઓની ઓળખ આપી ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્શોરન્સ બંધ કરાવવાના નામે બેક ડીટેલ મેળવી તેમજ મોબાઈલમાં ઓટીપી મોકલી રૂપિયા ઉપાડી લેવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં આવી જ એક વધુ ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી કૃષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતા ૫૩ વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓનો પુત્ર સુરતની બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 1, મે ના રોજ વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા નોકરી પર હાજર હતા તે વેળાએ તેઓના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો.
ફોન કરનારે જણાવ્યું હતું કે હેલ્લો હું આર.ડી.બી.એલ બેંકમાંથી નેહા શર્મા બોલું છું તમારા ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્શોરન્સ ચાલુ થયેલ છે અને તેનો 300 રૂપિયા ચાર્જ થશે. અને તે ચાર્જ ક્રેડીટ કાર્ડમાં એડ થઇ જશે. જો કે વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્શોરન્સ ચાલુ કરાવ્યો ન હોય તેઓએ હેલ્થ ઇન્શોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ જણાવ્યું હતું કે તેના માટે તમારે બેંક ડીટેલ આપવી પડશે અને તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે આપવો પડશે. આમ નેહા શર્મા નામની મહિલાએ વિષ્ણુકુમારને વાત કરી વિશ્વાસમાં લઇ લીધા હતા.
ફોન ચાલુ હતું ત્યાં જ પૈસા ઉપડી ગયા
વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્શોરન્સ ચાલુ કરાવ્યો ન હોય તેઓએ હેલ્થ ઇન્શોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ તેઓના ક્રેડીટ કાર્ડની ડીટેલ લઇ લીધી હતી.અને તેઓ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યાં એક ઓટીપી મોકલ્યો હતો અને ફોન ચાલુ જ હતો ત્યાં તેઓના બેંક ખાતામાંથી ૭૮,૨૨૦ રૂપિયાનું ટ્રાન્જેકશન દક્ષીણ ગુજરાત વીજ કંપનીના બીલમાં થઇ ગયું હતું. જો કે આ અંગે વિષ્ણુકુમારે નેહા શર્મા નામની મહિલાને વાત કરી હતી. જેમાં નેહા શર્માએ જણાવ્યું હતું કે હજુ એક ઓટીપી આવશે અને ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા શરુ છે એમ કહ્યું હતું. જો કે વિષ્ણુ કુમારે તે સમયે ફોન કટ કરી દીધો હતો. અને સમગ્ર મામલે આજરોજ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
પોલીસે અગાઉ આવી જ ગેંગને ઝડપી પાડી હતી
ઉલ્લેખનીય છે કે આર.ડી.બી.એલ બેંકમાંથી વાત કરતા હોવાનું કહી ક્રેડીટ કાર્ડની વિગત મેળવી વીજ બીલ ભરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી હતી. અને આ મામલે પોલીસે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે. પરંતુ સુરતમાં હજુ પણ આ પ્રકારે ઓનલાઈન ફોર્ડનો શિકાર લોકો બની રહ્યા છે. ત્યારે લોકોને પણ આવા ભેજાબાજોથી સાવધાન રહેવાની તાતી જરૂર છે.