• સોમવારે બેન્ક રાષ્ટ્રીયકરણની 52 મી વર્ષગાંઠે રાજ્યભરમાં બેન્ક કર્મચારીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે
  • તા.19/07/1969 ના દિવસે દેશની 14 બેન્કોનું અને ત્યારબાદ ઈ.સ.1980 માં બીજી 6 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું
  • આજે શહેરોમાં 1,40,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 55,000 બેન્ક શાખાઓ છે
  • બેંક કર્મચારીઓના કહેવા મુજબ સરકારી બેંકોનું ખાનગીકરણ થવાથી પ્રજાને નીચે મુજબની હાલાકીઓ પડશે તથા નુકશાન જશે

WatchGujarat. રાજકોટમાં આજે બેન્ક ખાનગીકરણનો વિરોધ કરવામાં આવશે. જે બેન્કના રાષ્ટ્રીયકરણ ના દિવસે આ ખાનગીકરણનો વિરોધ કરવામાં આવશે. જેને લઈને આહે બેન્કના કર્મચારીઓ આંખે કાળી પટ્ટીઓ બાંધીને તેમનો વિરોધ નોંધાવશે. જો કે આ આગાઉ પણ બેન્ક કર્મચારીઓએ બેન્ક હડતાળ અને સૂત્રોચ્ચાર ના કાર્યક્રમ કર્યા હતા. જો કે આ બેન્કોના ખાનગીકરણથી નાના અને જરૂરીયાતમંદ ધિરાણની સુવિધામાં ઘણી મુશ્કેલીઓ ઉભી દેશે જેને લઈને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારની ખાનગીકરણની નીતિ સામે આજે 19 ના બેન્ક કર્મચારીઓ બિલ્લા ધારણ કરીને તથા ટ્વીટર પર કમ્પેઈન કરીને તેમજ મહામારીના નિયમો ધ્યાને લઈને દેખાવો યોજશે.

જો કે કેન્દ્ર સરકાર બેન્કોના ખાનગીકરણની દિશામાં આગળ વધતા આનાથી કરોડો ગ્રાહકોનું અને બેન્ક કર્મચારીઓ પર અસર થશે તેમ કહીને તેના વિરોધમાં આજે ૧૯મી જૂલાઈ સોમવારે બેન્ક રાષ્ટ્રીયકરણની 52 મી વર્ષગાંઠે રાજ્યભરમાં બેન્ક કર્મચારીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે તેમ આજે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને જણાવ્યું હતું. વધુમાં જણાવ્યા પ્રમાણે તા.19/07/1969 ના દિવસે દેશની 14 બેન્કોનું અને ત્યારબાદ ઈ.સ.1980 માં બીજી 6 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. એ વખતે બેન્કોની 8000 શાખા હતી અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 1600 શાખા હતી. ત્યારે આજે શહેરોમાં 1,40,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 55,000 બેન્ક શાખાઓ છે. ખાનગી બેન્કોનો હેતુ નફાનો જ હોય છે અને તે  લોકોને સેવા આપવા હોતી નથી.

સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ સરકારનો વિરોધ કરી રહ્યા છે. બેંક કર્મચારીઓના કહેવા મુજબ સરકારી બેંકોનું ખાનગીકરણ થવાથી પ્રજાને નીચે મુજબની હાલાકીઓ પડશે તથા નુકશાન જશે.

આ ખાનગીકરણ મામલે શહેરની લોકલ બેંક એમ્પ્લોઈઝ કો-ઓપરેટિવ કમિટિના સભ્યોએ જણાવ્યું છે કે 1990 સુધી ખાનગી બેંકોનું અસ્તિત્વ આવ્યું નહોતું. જયારે 1991 માં વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિ અમલમાં આવી ત્યારથી જ આ ખાનગી બેંકોનો ઉદ્દભવ થયો છે. જો કે હવે 19 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરુ થઈ રહ્યું છે ત્યારે સરકારે બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે બે બેંકોના ખાનગીકરણનો પ્રસ્તાવ સંસદમાં આવશે. જેના વિરોધમાં તમામ બેંકના કર્મચારીઓને ટ્વીટર ઝુંબેશમાં જોડાઈને જાહેર ક્ષેત્રની બેંકોના જતન માટે અપીલ કરી છે. જો કે સરકાર ખાનગીકરણમાં આગળ વધશે તો એ જ સમયથી દેશભરમાં હડતાળ સહિત આંદોલન શરૂ કરાશે.

કહેવા મુજબ:

– બેંકોમાં સામાન્ય લોકોની મૂડી છે ,આ કુલ મૂડી 146 લાખ કરોડ છે. આજે આ મૂડી સલામત છે લોકોને પોતાની મૂડીની ચિંતા નથી. બેંકોના ખાનગીકરણથી આ મૂડી ખાનગી માલિકોના હાથમાં આવી જશે. ખાનગી માલિકો મૂડીનો ઉપયોગ પોતાનો નફો વધારવા કરશે.

– સરકારી બેંકોની “સામાજિક બેન્કિંગની જવાબદારી છે” ખાનગી બેંકો પર આવી કોઈ જવાબદારી નહીં હોય, માત્ર નફો જ તેમનો સિદ્ધાંત હશે.

– પ્રજાની મૂડીનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે નહીં પણ કોર્પોરેટ નફા માટે થશે.

– ખાનગીકરણ થવાથી બેંકોમાં મિનિમમ ડિપોઝિટની રકમ વધશે. લોકોને વધારે ચાર્જીસ ચૂકવવા પડશે.

– બચત પરના વ્યાજના દરો ઘટશે. રાહત દરે મળતી લોનની યોજનાઓ બંધ થશે.

– ખાનગીકરણ એટલે પ્રજાના પૈસાની ઉઘાડી લૂંટ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud